Header

ગુજરાત બાદ મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો

મહારાષ્ટ્ર સરકારે પણ ગુજરાત સરકાર બાદ પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ પર 2 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લિટરે 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વેટ ટેક્સમાં ઘટાડો કરવાની અપીલ કર્યા બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની અપીલ પર મંગળવારે સૌથી પહેલા ગુજરાત સરકારે વેટ ટેક્સમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે, તેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. જો કે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની સાથે સાથે સસ્તા અનાજના દુકાનધારકોને પણ કમીશન વધારી આપ્યું હતું.

જો કે છત્તીસગઢ સરકારે કેન્દ્ર સરકારની સલાહને નકારતાં વેટ દરમાં ઘટાડો કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, તેમના રાજ્યમાં અન્ય રાજ્યોની તુલનાએ વેટ પહેલા કરતા ઓછો છે.

You might also like