જીએસટી બાદ એક્સચેન્જ ઓફર મોંઘી પડશે

મુંબઇ: જીએસટી આવ્યા બાદ જૂની ચીજવસ્તુઓ સામે નવી ચીજવસ્તુઓની એક્સચેન્જમાં ખરીદી મોંઘી પડી શકે છે. ગ્રાહક જૂના ટીવી, મોબાઇલ ફોન, ફ્રીજ, વોશિંગ મશીન તથા ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની સામે નવી ખરીદીનું આકર્ષણ ગુમાવી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જીએસટી ઉત્પાદનની એ કિંમત ઉપર લાગશે જે બજારમાં છે.
એક્સચેન્જ ઓફર બાદ ચીજવસ્તુઓની કિંમતમાં જે ઘટાડો આવશે તેને સામેલ કરવામાં આવશે નહીં, જેથી જીએસટી બાદ ચીજવસ્તુઓની એક્સચેન્જ ઓફર આકર્ષણ ગુમાવશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ અને કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝને જીએસટી બાદ ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ એક્સચેન્જ ઓફર અંતર્ગત ગ્રાહકોને સરળતાથી ચીજવસ્તુઓ મળી જાય છે, જેમાં ડિસ્કાઉન્ટ ઓફર ગ્રાહકોને પાસવન થતી હોવાથી ગ્રાહકોનું પણ આકર્ષણ રહે છે.

ટેક્સ નિષ્ણાતોના કહેવા પ્રમાણે જૂના મોબાઇલની સામે એક્સચેન્જ ઓફર અંતર્ગત નવો મોબાઇલ ફોન રૂ. ૨૦ હજારમાં વેચવામાં આવે છે અને આ નવો મોબાઇલ ફોન એક્સચેન્જ ઓફર વગર રૂ. ૨૪ હજારમાં વેચાણ થતો હોય તો નવા ફોનની ઓપન માર્કેટ વેલ્યૂ ૨૪ હજાર જીએસટીમાં માનવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like