અમેઝોનની અમેરિકાની સાઇટ પર વેચાઇ રહી છે ગાંધીજીના ફોટા વાળી ચંપલો

નવી દિલ્હી: અમેરિકાની ઇ કોમર્સ કંપની અમેઝોનની કેનેડાની સાઇટ પર તિરંગાના ફોટા વાળું પગલૂછણિયું વેચવાની ઘટના બાદ હવે એની અમેરિકાની સાઇટ પર એક ચપલ વિવાદ બની છે. મહાત્મા ગાંધીના ફોટા વાળી ચપ્પલની કિંમત 16.99 ડોલર જોવા મળી રહી છે.

આ ચપ્પલને ગાધી ફ્લિપ ફ્લોપ્સ નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો ફોટો ચપ્પલ પર લગાવવાના કારણે ભારતીઓને ખૂબ દુખ થયું છે અને અમેઝોનની આ હરકતની ટીકા કરી છે. કેટલાક ભારતીય ટ્વિટર યૂઝર્સ એની ફરીયાદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કરી હતી. સુષ્માએ ગત હપ્તે મોટું પગલું ઉઠાવતાં અમેઝોનને તિરંગા વાળા પગલૂંછણિયા હટાવવા અને માફી માંગવા કહ્યું હતું.

વિદેશમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે એવું ના કરવા પર અમેઝોનના કોઇ પણ અધિકારીને ભારત આવવાના વિઝા આપવામાં આવશે નહીં અને પહેલા જેને વિઝા આપવામાં આવ્યા છે એને રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ અમેઝોનએ ભારતીયો દુખ કરવા માટે માફી માંગી અને પગલૂંછણિયા હટાવવા માટે સુષ્માએ સૂચન આપ્યું હતું.

You might also like