જાહ્નવી કપૂર કરતા વધુ ફિલ્મ સાઈન કરી રહી છે સારા અલી ખાન

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ની રિલીઝને લઈ હજુ પણ અસમંજસ છે. તેના નિર્દેશક અભિષેક કપૂર અને પ્રેરણા અરોરાની વચ્ચે હજુ સુધી તેને લઈ સહમતી બની શકી નથી. એવું કહેવાય છે કે વિવાદોની વચ્ચે અભિષેકે ફિલ્મને ટેકઓવર કરતાં ખુદ પ્રોડ્યૂસ કરવાનું મન મનાવી લીધું હતું, પરંતુ અભિષેક ફિલ્મમાંથી સારા અલી ખાનને બહારનો રસ્તો બતાવવા ઇચ્છતા હતા.

જો તેમ કરત તો તેમને આર્થિક નુકસાન ઉઠાવવું પડત. પ્રેરણા અને અભિષેક વચ્ચેના ઝઘડાનો સારાએ ભરપૂર ફાયદો ઉઠાવતાં અભિષેકને ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું. પોતાની ઉપેક્ષાથી અભિષેક ખૂબ જ નારાજ અને પરેશાન થયા. પુત્રીની ફિલ્મ ખતરામાં પડતી જોઈને સારાની માતા અમૃતાએ પણ અભિષેક પર ખૂબ જ ગુસ્સો ઉતાર્યો.

એવું કહેવાય છે કે સારા પોતાની માતા અને પિતા સૈફની જેમ ખૂબ જ અકડુ છે. તેનાં નવાબી નખરાં સૈફ કરતાં જરાયે ઓછાં નથી. ‘કેદારનાથ’ પહેલાં તે સાત ફિલ્મ રિજેક્ટ કરી ચૂકી છે, જેમાં અનીસ બઝમીની ‘મુબારકાં’ અને સનીના પુત્ર કરણ દેઓલની લોન્ચિંગ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ મુખ્ય છે. ‘કેદારનાથ’ ખતરામાં પડતી દેખાતાં અમૃતા અને સારા સમજી ગયાં છે. હાલમાં તેઓ ઘણી બધી ઓફર્સ એકસાથે સ્વીકારવામાં લાગી ગયાં છે.

સારા પાસે હાલમાં રણવીરસિંહ સાથેની ફિલ્મ ‘સિમ્બા’ છે, જેની રિલીઝ ડેટ ૨૮ ડિસેમ્બર રાખવામાં આવી છે. જો ‘કેદારનાથ’ની રિલીઝ ટળશે તો સારાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ નહીં, પરંતુ ‘સિમ્બા’ હશે. ફિલ્મ હિંદી મી‌ડિયમની સિક્વલ માટે પણ સારાના નામ પર વિચાર થઈ રહ્યો છે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર આહાન શેટ્ટી સાથે સારા અલી ખાન હશે તેવી વાત સામે આવી છે.

આશુતોષ ગોવારિકરની ફિલ્મમાં અર્જુન કપૂરની સામે પણ સારા હોઈ શકે છે.

You might also like