કાશ્મીર ઘાટીમાં 15 દિવસ પછી કર્ફ્યૂ હટાવાયો

શ્રીનગર: હિઝબલ કમાન્ડર બુરહાન વાનીના મોત પછી વિરોધ પ્રદર્શનથી કાશ્મીરમાં અશાંતિ ફેલાઇ ગઇ હતી. પરંતુ હવે સ્થિતિ કંઇક સારી નજરે જોવા મળી રહી છે. લોકોનું જીવન ફરી પાટા ઉપર આવવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના દરેક ભાગથી કર્ફ્યૂ ઉઠાવવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાણકારી આપી છે.

વાનીના માર્યા ગયા પછી ઘાટીમાં ફેલાયેલા આતંકમાં 47 લોકો માર્યા ગયા હતાં. આશરે 5500 લોકો ઘાયલ થયા હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જિલ્લામાં કોઇના આવા જવા પર પ્રતિબંધ નથી, જો કે ઘાટીના અન્ય વિસ્તારોમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે 4થી વધારે લોકોને એક્ઠા થવા પર અથવા એક સાથે બહાર નિકળવા પર પ્રતિબંધ છે. અનંતબાગને છોડીને દરેક વિસ્તારમાંથી કર્ફ્યૂ હટાવી દેવાયો છે.’


નોંધનીય છે કે આખા કાશ્મીરમાં બુરહાન વાનીની હત્યા પછી 9 જુલાઇથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં 47 લોકો બીજા માર્યા ગયા હતાં, જેમાં એક પોસીલકર્મી પણ હતો. આ પ્રદર્શનોમાં 5500 લોકો ઘાયલ થયા હતાં.

જો કે ઘાટીમાં હાલમાં મોબાઇલ ફોનથી કોલ અને ઇન્ટરનેટ સંવા હજુ પણ બંધ રહેશે. બીએસેનએલના પોસ્ટપેડ મોબાઇલ ફોન પર જો કે ઘાટીમાં મર્યાદિત કોલ સેવા ઉપલબ્ધ છે, જો કે તેમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા નથી. બીએસએનએલની ફ્રિક્વ્ડ લેન્ડલાઇન પર ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ છે.

You might also like