ફેબ્રુઆરી બાદ ગુજરાતની મોટા ભાગની કંપનીના શેર તૂટ્યા

અમદાવાદ: શેરબજારમાં ફેબ્રુઆરી બાદ ઘટાડાની ચાલ જોવા મળી છે. સરકારે બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખતાં તથા પીએનબીના બહાર આવેલા કૌભાંડના પગલે અને વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડાની અસરથી એફઆઇઆઇ સહિત સ્થાનિક રોકાણકારોની જોરદાર વેચવાલીના પગલે જાન્યુઆરીના અંતથી ગઇ કાલ સુધીમાં સેન્સેક્સમાં ૮.૧૫ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

રાજ્યની મોટા ભાગની કંપનીના શેરમાં તેની અસર જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં જાન્યુઆરીના અંતથી ગઇ કાલ સુધી ૧૧થી ૨૪ ટકા સુધીનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. ટોરન્ટ ફાર્મા, ટોરન્ટ પાવર, સદ્ભાવ અેન્જિ., ગણેશ હાઉસિંગ, કેડિલા હેલ્થકેર કંપનીના શેરમાં ઘટાડો જોવાયો છે.

રસપ્રદ બાબત એ છે કે આ સમયગાળામાં ઝાયડસ વેલનેસ કંપનીના શેરમાં ૨૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યની મોટા ભાગની પીએસયુ કંપનીના શેરમાં તોફાની ઘટાડાની ચાલ જોવાઇ છે. આ સમયગાળામાં ૮થી ૧૬ ટકા સુધીનો ઘટાડો જોવાયો છે. જોકે ગુજરાત ગેસના શેરમાં બે ટકા સાધારણ સુધારો નોંધાયો છે.
ગુજરાતની ખાનગી કંપનીમાં ગાબડાં

કંપનીનું નામ ૩૧.૦૧.૧૮ ગઈ કાલનો ટકાવારીમાં
બંધ ભાવ વધ-ઘટ
અદાણી એન્ટરપ્રાઇઝ ૨૧૩.૩ ૧૭૨.૪ -૧૯.૧૭
અદાણી પોર્ટ ૪૨૮.૪૫ ૩૭૭.૪૫ -૧૧.૯
અદાણી પાવર ૩૬.૬૫ ૨૭.૬ -૨૪.૬૯
અદાણી ટ્રાન્સમિશન ૨૦૯.૨૫ ૧૭૯.૮૫ -૧૪.૦૫
ટોરન્ટ ફાર્મા ૧૩૬૨.૯૫ ૧૩૨૫.૯ -૨.૭૧
ટોરન્ટ પાવર ૨૮૪.૭ ૨૫૪.૦૫ -૧૦.૭૬
ઝાયડસ વેલનેસ ૧૦૦૦.૬૫ ૧૨૪૮.૫૫ ૨૪.૭૭
સદ્ભાવ એન્જિ. ૪૦૫.૬ ૩૮૯.૬૫ -૩.૯૩
ગણેશ હાઉસિંગ ૧૫૯.૧૫ ૧૩૫.૭ -૧૪.૭૩
સિમ્ફની ૧૮૧૦.૮ ૧૮૧૨.૮૫ ૦.૧૧
કેડિલા હેલ્થકેર ૪૨૪.૮ ૩૮૦.૫૫ -૧૦.૪૩
વેલસ્પન એન્ટરપ્રાઇઝ ૧૭૪.૭ ૧૫૮.૪ -૯.૩૩
વેલસ્પન કોર્પ ૧૬૦.૪ ૧૬૬. ૩.૪૯
અરવિંદ ૪૧૧.૯૫ ૩૮૮.૭૫ -૫.૬૩

 

ગુજરાતની જાહેર ક્ષેત્રની કંપનીમાં ગાબડાં

કંપનીનું નામ ૩૧.૦૧.૧૮ ગઈ કાલનો ટકાવારીમાં
બંધ ભાવ વધ-ઘટ
જીએસએફસી ૧૪૪.૭ ૧૨૦.૩૫ -૧૬.૮૨
જીએનએફસી ૪૮૦.૮ ૪૧૭.૬૫ -૧૩.૧૩
જીએસીએલ ૭૫૪.૬ ૭૦૯.૧૫ -૬.૦૨
જીઆઇપીસીએલ ૧૨૦.૩૫ ૧૦૨.૭૫ -૧૪.૬૨
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ ૨૦૨.૯૫ ૧૯૯.૭ -૧.૬
જીએમડીસી ૧૪૬.૫૫ ૧૩૩.૫ -૮.૯
ગુજરાત ગેસ ૮૪૧.૯૫ ૮૬૨.૪૫ ૨.૪૩
You might also like