ડિવોર્સ બાદ કરિશ્મા સંજયના સિક્રેટ રિલેશન આવ્યા સામે

મુંબઇઃ કોર્ટની મોહર બાદ કરિશ્મા કપૂર અને સંજય કપૂર ઓફિશ્યલી અલગ થઇ ગયા છે. ત્યારે બંનેના સિક્રેટ રિલેશન સામે આવ્યાં છે. આમ તો છેલ્લાં કેટલાય દિવસથી કરિશ્મા કપૂરનું નામ બિઝનેસમેન સંદીપ તોશનીવાસ સાથે જોડાયેલું છે. બંનેના પ્રેમસંબંધોને પરિવારે સ્વિકારી લીધા છે. બોયફ્રેન્ડ સાથે કરિશ્મા બેંગકોંગમાં રોમેન્ટિક વેકેશન પણ વિતાવી આવી છે. ત્યારે સંજયથી અલગ થયા બાદ સંદીપ સાથે ટૂંક સમયમાં કરિશ્મા લગ્નના બંધને બંધાઇ જશે.

તો આ તરફ સંજય કપૂર પણ તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે. કરિશ્માનો પૂર્વ પતિ તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે દિલ્હીની પાર્ટીમાં જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે કરિશ્મા અને સંજય વચ્ચે આવેલા અંતરનું કારણ પણ પ્રિયા સચદેવ જ હતી. સંજય સાથે પ્રિયાની નિકટતા કરિશ્માને પસંદ ન હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ વધી ગયો હતો અને ફાયનલી તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

You might also like