ફોર્મ ભર્યા પછી ૧૨થી વધુને હેડક્લાર્ક, વેલ્ફેર ઇન્સ્પેક્ટર બનવામાં રસ ના પડ્યો!

અમદાવાદ: સરકારી નોકરી માટે પડાપડી કરતાં અને મોટી સંખ્યામાં ફોર્મ ભરતા નોકરી વાંચ્છુ ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા મંડળ આયોજિત પરીક્ષામાં મોટી સંખ્યામાં ગેરહાજર રહેલા ખુદ પસંદગી મંડળના અધિકારીઓ અચંબામાં પડી ગયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગઈકાલે ૩૦ એપ્રિલે હેડકલાર્ક અને સોશિયલ વેલ્ફર ઈન્સ્પેક્ટર વર્ગ-૩ની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગીની હેડકલાર્ક અને સોશિયલ વેલ્ફર ઈન્સ્પેક્ટરની પરીક્ષા માટે કુલ ૨૩,૫૩૨ ઉમેદવારો નોંધાયેલા હતા. જેમાં ૫૦ ટકાથી વધુ ઉમેદવારો ગેરહાજર રહેતા પરીક્ષાલક્ષી તૈયારી બોર્ડને માથે પડી હતી. કુલ ૭૮૫ જેટલાં કેન્દ્રો પર યોજવામાં આવેલી આ લેખિત પરીક્ષામાં ૨૩.૫૩૨ પૈકી માત્ર ૧૧,૨૧૨ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨૩૨૧ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન યોજાઈ હતી.

આ પરીક્ષામાં પસંદગી મંડળે ૧૦૦૦થી વધારે કર્મચારીઓની સેવા લીધી હતી. તમામ કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત સહિત ૬૮ તકેદારી સુપરવાઈઝર ૬૮, કેન્દ્ર સંચાલક, ૨૬૧ સુપરવાઈઝર અને ૭૮૫ ઈન્વિજિલેટર પરીક્ષા કામગીરીમાં જોડાયા હતા. ગઈ કાલે પસંદગી મંડળ દ્વારા સ્ટાફ સિલેકશનની પરીક્ષાનું આયોજન પણ કરાયું હતું. જેમાં ૧૦,૦૦૦થી વધુ ઉમેદવારો નોંધાયા હતા. બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, સ્વર્ગીય કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નોકરી, સરકારના તમામ વિભાગોના વડાઓની કચેરીના વર્ગ-૩ના તમામ સંવર્ગની ખાતાકીય પરીક્ષા પસંદગી બોર્ડ દ્વારા યોજવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like