પોસ્ટમોર્ટમ માટે પિતા બાળકોનો મૃતદેહ લઇ 18 કલાક રઝળ્યા

ભોપાલઃ મધ્યપ્રદેશમાંથી એક ફોટો જાહેર થયો છે જે સાબિત કરી રહ્યું છે કે દેશની સિસ્ટમ કેટલી નિર્દય થઇ ગઇ છે. અહી તસ્વીરમાં એક બાળકના પિતા પોતાના બાળકોનો મૃતદેહ લઇ અને આંખમાં આસું લઇ જાણે માણસાઇ ગીરવે મુકી હોય તે રીતે પિતા બાળકના પોસ્ટમોર્ટમ માટે 18 કલાકથી રઝળપાટ કરી રહ્યા છે. ઘણા ધક્કા ખાધા ત્યારપછી બાળકનું પોસ્ટમોર્ટમ થયું અને અંતે બાળકની અંતિમવિધી કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના ઝાબુઆની છે. અહીં રહેતા પાંગૂ ગિરવાલના 10 વર્ષનો પુત્ર પંકજને સોમવારે સાંજે સાંપે ડંખ માર્યો હતો. પાંગૂ ગિરવાલ પોતાના પુત્રને જીપમાં બેસાડીને રંભાપુર સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ ગયા. જ્યાંથી તેમને મેઘનગરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને મેઘનગર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મેઘનગરની હોસ્પિટલમાં બાળકની પ્રાથમિક સારવાર મળી પણ થોડા સમય બાદ બાળકનું મોત ગયુ હતું.

પંકજના નિધન બાદ શરૂ થઇ સિસ્ટમની રમત બાળકની લાશને કમરથી ઉંચકીને મેઘનગર હોસ્પિટલના ડોક્ટરે બાળકના પોસ્ટમોર્ટમ માટે મેઘનગર પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી હતી. મેઘનગર પોલીસ સ્ટેશન પહોચ્યા પછી પોલીસે કહ્યું કે મૃતદેહને રંભાપુર પોલીસ સ્ટેશન લઇને આવો, ત્યાં ફરિયાદ લખવામાં આવશે. એમ્બ્યુલસ પણ ન મળી, હોસ્પિટલ બહાર આખી રાતસુધી બેઠેલી મહિલા પાંગુના બાળકની લાશ લઇ રંભાપુર પોલીસ સ્ટેશન પહોંચી તો પહેલા તો બે કલાક બહાર બેસાડવામાં આવ્યા.

ત્યારબાદ પોલીસે કહ્યુ કે મૃતદેહને ઘરે લઇ જાઓ કાલે સવારે લઇને આવજો. પાંગૂ પાસે બાળકના મૃતદેહને ઘરે લઇ જવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. સવારે પાંગૂ બાળકના મૃતદેહને ઘરે લઇ જઇને સવારે પોલીસ સ્ટેશન ફરીથી લઇને આવ્યો પરંતુ સવારે પણ કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ પંકજને મેઘનગર પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા. અંતે પંકજના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું અને ત્યારબાદ તેની અંતિમસંસ્કાર વિધી કરવામાં આવી હતી.

You might also like