ચા વાળા પછી ફેમસ થયો તરબુચવાળો, જાણો વાયરલનું સત્ય

એક સમય હતો જ્યારે ન ખાલી પાકિસ્તાન પરંતુ ઈન્ડિયાવાળા પણ ચા વાળાના દિવાના હતા, દરેક તરફ બસ તેની જ ચર્ચાઓ હતી, જોતજોતમાં મામૂલી દુકાનદારની લોકપ્રિયતા એટલી વધી કે તેને મોડલિંગ સુધીની ઓફર્સો મળી. હવે બે વર્ષ પછી પાકિસ્તાનમાં એક તરબુચવાળા પર પાકિસ્તાનીઓનું દિલ આવી ગયુ છે.

સોશિયલ મીડિયામાં આ દિવસોમાં આ વ્યક્તિની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તેના હાથમાં તરબુચ નજર આવી રહ્યુ છે એટલા માટે લોકો તેને તરબુચવાળો જ કહી રહ્યા છે.

ભુરી આંખો વાળો આ વ્યક્તિ કરાચીનો રહેનારો છે. પણ અસલમાં તે તરબુચ વેચનારો નથી પણ એક મેડિકલ સ્ટુડેન્ટ્સ છે, જેવી જ તેની તસવીર વાયરલ થઈ, તેના એક મિત્રએ તેનો ખુલાસો પણ કરી દિધો છે.

આ વ્યક્તિનું નામ મોહબ્બદ અવૈસી છે, તે જિયાઉદ્દીન મેડિકલ યૂનિવર્સિટીથી અભ્યાસ કરી રહ્યો છે. આ પહેલા કે તેનો મિત્ર લોકોનો ભ્રમ દુર કરતો તે વાયરલ સેનસેશન બની ગયો હતો…

You might also like