બ્રેક્ઝિટ આફ્ટર શોકઃ જ્વેલરી વધુ મોંઘી થશેઃ ૩૩,૫૦૦ની સપાટીએ પહોંચશે!

અમદાવાદ: પાછલાં સપ્તાહે બ્રિટનની પ્રજાએ યુરો ઝોનમાંથી બહાર નીકળી જવાનો જનમત આપ્યો છે અને તેને પગલે પાઉન્ડ ડોલર સામે નબળો પડ્યો છે. તો બીજી બાજુ વધતી જતી અનિશ્ચિતતાના પગલે હેજિંગ માટે વૈશ્વિક બજારમાં સોનાની માગમાં વધારાની સાથેસાથે સ્થાનિક બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધુ ૨૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ સોનું ૩૦,૫૦૦ની સપાટીએ પહોંચી ગયું છે. નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનામાં ચમક વધી છે અને ૦.૬ ટકાનો સુધારો નોંધાઇ ૧૩૩૦ ડોલરની સપાટી ક્રોસ કરી ગયું છે.

સ્થાનિક બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં સોનું ૧૪૦૦ ડોલરની સપાટી ક્રોસ કરે તેવા મજબૂત એંધાઇ વરતાઇ રહ્યાં છે. બ્રેક્ઝિટના કારણે વધતા જતા અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સોનાની માગમાં ઉછાળો નોંધાયો છે.

એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે વિશ્વના અગ્રણી દેશોની કરન્સીમાં જોવા મળેલા ભારે ઉતાર-ચઢાવ વચ્ચે હેજિંગ માટે સોનાની માગમાં ઉછાળો નોંધાયો છે અને તેને કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ વધી રહ્યા છે.

You might also like