જાણો Breakup બાદ છોકરીઓ કેવાં-કેવાં કરે છે કાર્યો?, જાણીને આપ પણ ચોંકી ઉઠશો…

બે પ્રેમી પંખીડાઓ જ્યારે એકબીજાથી અલગ થઇ જાય છે ત્યારે તેઓ બંનેને માટે એકબીજાને ભૂલાવવા ઘણાં અઘરા હોય છે. ખાસ પ્રકારે જોઇએ તો છોકરીઓ પોતાનાં જૂના સંબંધોથી બહાર આવવામાં વધુ સમય લઇ લે છે. તો આવો જાણીએ કે બ્રેકઅપ બાદ છોકરીઓ કેવી કેવી પ્રવૃત્તિઓ કરતી હોય છે.

બ્રેકઅપ બાદ છોકરીઓને એવું જાણવામાં વધુ રસ હોય છે કે આખરે પોતાનાં બોયફ્રેન્ડનું કોની સાથે અફેર ચાલતું હોય છે.

એક્સ બોયફ્રેન્ડનું જે છોકરી સાથે ચક્કર ચાલતું હોય છે તેનાં વિશે વધુ માહિતી પોતાનાં દોસ્તો અને સોશિયલ મીડિયા દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે.

ફેસબુક અને વોટ્સએપ પર પોતાનાં એક્સ બોયફ્રેન્ડને બ્લોક કરવો અને ફરી વાર અનબ્લોક કરવો જેવાં અનેક પ્રકારનાં આ કાર્યો છોકરીઓનાં હોય છે. આવું તેઓ એટલાં માટે કરતી હોય છે કે જેથી તેઓ જાણી શકે કે અલગ થઇને પણ તેનો બોયફ્રેન્ડ શું-શું કરી રહેલ છે.

કેટલીક વાર તો છોકરીઓ પોતાનાં બોયફ્રેન્ડને ફોન અથવા તો મેસેજ કરીને પણ ખરું-ખોટું સંભળાવતી હોય છે.

બ્રેકઅપ બાદ સોથી વધુ તો એવું જોવામાં આવે છે કે છોકરીઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ હોય છે. જેથી પોતાનાં એક્સ બોયફ્રેન્ડની દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવે.

કેટલીક છોકરીઓ બ્રેકઅપ બાદ શોપિંગ કરવાનું વધુ પસંદ કરતી હોય છે. આવું કરવાથી તેઓ પોતાનાં સ્ટ્રેસને દૂર કરે છે. ત્યાં બીજી બાજુ કેટલીક છોકરીઓ તો બીજા છોકરાઓને ફ્લર્ટ કરે છે જેથી તેનાંથી એક્સને એવું માલુમ થાય અને તે પોતાની પાસે પરત આવી જાય.

You might also like