મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિવાદિત નિવેદન, , કહ્યું- ‘GOOGLEની જેમ કામ કરતા હતા નારદમુનિ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહની તેમની જ પાર્ટીના નેતાઓ પર પણ અસર નથી કરી રહી. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેવર્ષિ નારદ જયંતીના કાર્યક્રમમાં નારદમુનિની તુલના ગૂગલ સાથે કરતા નિવેદન આપ્યુ કે, ”જેવી રીતે ઈન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ આજના સમયમાં છે, એવી જ રીતે એ સમયે નારદમુનિને પણ સમગ્ર વિશ્વની જાણકારી હતી.”

તેઓ સૂચનાઓ અનુસાર કામ કરતા હતા. માહિતી એકત્ર કરી માનવજાતિના સુધાર એ તેઓનો ધર્મ હતો અને એ જરૂરી પણ હતું. કારણ કે તેઓ વિશ્વમાં થતી તમામ ઘટનાઓનુ ધ્યાન રાખતા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવદેવે પણ આવુ જ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભારતમાં લાખો વર્ષો પહેલાં ઈન્ટરનેટ હતું. બીજા દેશો ભલે ઈન્ટરનેટ અને સેટેલાઈટના આવિષ્કારની વાત કરતા હોય પણ મહાભારત યુગમાં જ ઈન્ટરનેટની શોધ થઈ ચૂકી હતી. ઈન્ટરનેટ દ્વારા જ ધૃતરાષ્ટ્ર ઘરે બેસીને મહાભારતના યુદ્ધની જાણકારી મેળવતા હતા.

You might also like