સીરિયા બેહાલ, 5 વર્ષના ઓમરાનની આ તસ્વીર છે હૃદયદ્રાવી

દમિશ્ક: એલન કુર્દી તો યાદ હશે તમને. જી હાં, 3 વર્ષનો એ માસૂમ, જે સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધથી બચવા માટે પોતાના પરિવાર સાથે સમુદ્રના રસ્તેથી યૂરોપ જઇ રહ્યો હતો અને ડૂબી જવાથી તેનું મૃત્યુ થયુ હતું. આ દુનિયા હજુ તેને ભૂલી પણ નહતી અને પાંચ વર્ષનો ઓમરાન દાકનીસના આ ફોટાએ એક વખત બધાને ફરીથી ચોંકાવી દીધા છે.

ધૂળ અને લોહીમાં સના આ બાળક સીરિયાના શહેર એલેપ્પોની પાસે થયેલા હવાઇ હુમલામાં શિકાર થયો હતો. આ હવાઇ હુમલા દરમિયાન ઓમરાનનનું ઘર પણ આ લપેટમાં આવી ગયું અને ઓમરાન કાટમાળમાં દબાઇ ગયો. ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જ્યારે એક વ્યક્તિ ઓમરાનને એમ્બ્યુલલ્સમાં બેસાડ્યો ત્યારેત્યાં હાજર મીડિયાના લોકોએ તેનો ફોટો લઇ લીધો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

આ ફોટાના વાયરલ થઇ ગયા પછી સીરિયામાં સામાન્ય લોકોની સ્થિતિ એક વખત ફરીથી સામે આવી ગઇ છે અને યૂનાઇટેડ નેશન્સે આ યુદ્ધમાં સીરિયાને આપવામાં આવતી મદદ રોકવાનો નિર્ણય કર્યો છે.

 

2 સપ્ટેમ્બર 2015એ એલન કુર્દીનું સબ દરિયા કિનારેથી મળી આવ્યું હતું. એલનનો પરિવાર સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધના કારણે દરિયા કિનારે યૂરોપ જઇ રહ્યો હતો પરંતુ મેડિટેરેનિયન દરિયામાં બોટ ડૂબી જવાના કારણે એલન. તેના ભાઇ અને મમ્મીનું મૃત્યુ થઇ ગયું હતું જ્યારે પિતા બચી ગયા હતાં.

allen

You might also like