ભારતીય ક્રિકેટની 85 વર્ષના ઇતિહાસમાં આ સિદ્વિ હાંસલ કરનાર ટીમ બનશે વિરાટ બ્રિગેડ!

શ્રીલંકા વિરુદ્ઘ ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ 2 ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. હવે 12 ઓગસ્ટના રોજ ઇન્ડિય ટીમ ત્રીજી ટેસ્ટ રમવા ઉતરશે, જ્યાં તેની પાસે એક એવો ઇતિહાસ રચવાની તક છે. વિરાટ કોહલીની આગેવાનીમાં પહેલા જ ઇન્ડિય ટીમે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ હવે તે રેકોર્ડ તોડવાની તૈયારી કરશે, તે કપિલ દેવ, સૌરવ ગાંગુલી, એમ.એસ.ધોની, અજહરૂદ્દીન જેવા કેપ્ટન પણ ન કરી શક્યા હતા.

વર્ષ 1967માં ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગઇ હતી, જ્યાં તેમને 4 ટેસ્ટ મેચની સીરિઝ પર 3-1 થી જીત હાસલ કરી હતી. આ એકલી સીરિઝ છે, જ્યારે ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ સીરિઝમાં 3 ટેસ્ટ મેચ જીતી છે. હવે 50 વર્ષ બાદ ફરી એક વખત ટીમ ઇન્ડિયા પાસે સીરિઝમાં 3 ટેસ્ટ મેચ જીતવાની તક છે.

ટીમ ઇન્ડિયામાં 85 વર્ષના ટેસ્ટના ઇતિહાસમાં કોઇપણ કેપ્તાન વિદેશી ધરતી પર ત્રણ અથવા તેનાથી વધારે ટેસ્ટ મેચની સીરિઝ ક્લીન સ્વીપ નથી કરી શક્યા. ટીમ ઇન્ડિયા 2004માં બાંગ્લાદેશમાં અને 2005માં ઝિમ્બાબ્વમાં સીરિઝ ક્લીન સ્વીપ કરતી હતી પરંતુ તે માત્ર બે ટેસ્ટ મેચોની સીરિઝની હતી. આ વખતે વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને પ્રથમ વખત સીરિઝ 3-0થી જીતવાની તક છે.

વિરાટ કોહલીની ટીમમાં આ ઇતિહાસ રચવાની પૂરી ક્ષમતા છે. તેમના બેટ્સમેન રન બનાવી રહ્યા છે અને બોલર વિકેટ લઇ રહ્યા છે. ભલે ત્રીજા ટેસ્ટ મેચમા ટીમ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં નહી હોય પરંતુ ટીમ ઇન્ડિયા પાસે એવા ખીલાડી છે જે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે.

You might also like