ચૈત્રી નવરાત્રિમાં 30વર્ષ બાદ પવિત્ર સંજોગ, જમીન-ઘર ખરીદવું સૌથી શ્રેષ્ઠ સાબિત થશે

આ વખતે નવરાત્રિમાં 30 વર્ષ બાદ એવા સંજોગ બની રહ્યા છે કે જેમાં મંગળ અને શનિ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મંગળ અને શનિ ધન રાશિના સ્વામી ગુરુના મિત્ર છે. મંગળ ભૂમિના કારક ગ્રહ હોવાથી અને શનિ કોઈપણ સંપતિને સ્થાયી રાખવામાં લાભકારી હોવાથી બંને રીતે જાતકોને ફાયદો થશે.

આ સંજોગોના કારણે આ ચૈત્રી નવરાત્રિમાં ઘર અને સંપતિ ખરીદવું ફાયદાકારક સાબિત થશે. જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે આ બંને ગ્રહોના ગુરુના સ્વામીત્વમાં હોવાથી તમે તમારા શત્રુને પણ અવગણી શકો છો.

આ સંજોગ તમામ રાશિના જાતકો માટે શુભકારી છે. નવરાત્રિમાં કોઈપણ વસ્તુ, મકાન, દુકાન, પ્લોટ અને ફ્લેટની ખરીદી શુભકારી છે. તેમાંય તારીખ 18, 20 અને 21 માર્ચે સર્વાર્થ સિદ્ધિ યોગ હોવાથી આ દિવસો જમીન ખરીદવા માટે સૌથી શુભ છે.

ઉપરાંત 20 માર્ચે અમૃત સિદ્ધિ યોગ છે અને મંગળવાર પણ છે. મંગળ ભૂમિકારક હોવાથી આ દિવસે જમીન ખરીદવી સૌથી શુભ સાબિત થશે. ચૈત્રી નવરાત્રિના દિવસે જ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, તેથી આ દિવસે તમે કોઈપણ મૂર્હુત વગર શુભકાર્ય કરી શકો છો. જો કે આ દિવસે લગ્ન થતા નથી.

You might also like