નોકરી છોડ્યા પછી PFની 75 ટકા રકમ ઉપાડી શકશો, આવ્યો EPFOનો મવો નિયમ

કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ તેના સભ્યોને ત્રીસ દિવસ બેરોજગાર રહ્યા પછી રકમના 75 ટકા પાછા ખેંચવાની મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. આવું કરવા પર PF એકાઉન્ટ પણ ચાલુ રહેશે. વર્તમાન નિયમો હેઠળ, જો EPFOના સભ્ય બે મહિના માટે બેરોજગાર રહે તો, તે એક જ સમયે PF એકાઉન્ટમાંથી સમગ્ર રકમ પાછી ખેંચી શકે છે.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 1952ની નવી જોગવાઈઓ અનુસાર, EPFOના સભ્યોને બાકીના 25 ટકા રકમ કાઢવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જો તે સળંગ બે માસ સુધી બેરોજગાર રહે તો તે આખી રકમ એક જ વારમાં લઈ શકે છે.

આ પછી, તેઓ સંપૂર્ણ એકાઉન્ટનો હિસાબ કરવામાં આવશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે અમે લોકોની સુવિધા માટે યોજનાને બદલવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ તેમના PF એકાઉન્ટના 75 ટકા પાછા ખેંચી શકે અને EPFO સાથે જોડાયેલા રહે.

You might also like