3 વર્ષ પછી રક્ષાબંધન પર નથી ભદ્રનો પ્રભાવ

શ્રાવણની પૂનમના દિવસે ઉજવવામાં આવતો રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે ઘણો ખાસ છે. ભાઇ બહેનના સંબંધને પ્રેમની દોરને મજબૂત કરનારા આ તહેવારને લઇને દેશ ભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં પણ રાખડી અને મિઠાઇઓના દુકાનો પર રોનક જોવા મળી રહી છે.

આચાર્ય પ્રદીપ તિવારી અનુસાર આ વખતે પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રભાવ નથી. ગુરુવારે 18 ઓગસ્ટ સૂર્યોદય પહેલા 3 વાગ્યે 51 મિનીટ પર ભદ્રા સમાપ્ત થઇ જશે. 3 વર્ષ પછી એવો સંયોગ બન્યો છે કે રાખડી
બાંધવા માટે ભદ્રાકાલ જોવાની જરૂર નથી. જો કે બપોરે 12 વાગ્યે 44 મિનીટથી ચૂંકી પંચગ લાગી જશે, એટલા માટે સૂર્યોદયથી લઇને 12:44 સુધી રાખડી બાંધવી શ્રેષ્ઠ રહેશે. સાથે આ દિવસે સિંહાસન ગૌરી યોગ રહેશે અને બહેનો આ
ખાસ યોગમાં ભાઇઓને રક્ષા સૂત્ર બાંધશે.

You might also like