14 વર્ષ બાદ લગ્ન તોડનાર ઋત્વિક-સુઝાન કવોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે

મુંબઇ: ઋત્વિક રોશન અને તેની એકસ વાઇફ સુઝાન ખાન ફરી લગ્ન કરવાના છે તેવી ચર્ચા મીડિયામાં છવાયેલી છે. એવું કહેવાય છે કે બંને પોતાના સંબંધોને એક મોકો આપવા ઇચ્છે છે. સાથે સાથે બંને પોતાના પુત્રો રિહાન અને રિધાન માટે ફરી વખત લગ્ન કરી શકે છે.

સુુઝાન ખાન અને ઋત્વિક રોશનના એક નજીકના સૂત્રે પોતાનું રિએકશન આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ઋત્વિક-સુઝાન ફરી વખત લગ્ન કરે તે વાત વાસ્તવિકતાથી ઘણી દૂર છે.

બંને હાલમાં બાળકો સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. જેથી બાળકોને માતા-પિતાની કમી ન અનુભવાય. બંને સ્વતંત્ર વિચારધારાની વ્યકિતઓ છે અને ફરી વખત લગ્નનો નિર્ણય ત્યારે જ કરશે જ્યારે તેમને લાગશે કે ખરેખર તેમ કરવું જોઇએ.

બંને એકબીજાને ઘણાં વર્ષોથી ઓળખે છે અને એકબીજાને પોતાની ફીલિંગ વ્યકત કરવામાં સહેજ પણ મોડું નહીં કરે. ત્યાં સુધી આપણે કોઇ જ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઇએ. સૂત્રોએ આગળ પણ જણાવ્યું કે બંનેના ફેમિલી તેમને ઘણા બધા આઇડિયા આપી રહ્યા છે, પરંતુ બંને ફરી વખત લગ્ન પર મૌન છે.

૧૪ વર્ષના લગ્ન તૂટયાં બાદ બંને પુત્રોની કસ્ટડી સુઝાનને સોંપવામાં આવી હતી. જોકે ઋત્વિક પોતાના પુત્રો સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનો મોકો ચૂકતો નથી. એટલું જ નહીં સુઝાન પણ ઋત્વિક અને બાળકો સાથે હંમેશાં હોલિ ડે એન્જોય કરતી જોવા મળે છે.

You might also like