ભાજપની કાર્યકારિણીની બેઠકમાં ત્રણ રાજ્યો અને લોકસભાની ચૂંટણીને લઇને ઘડાશે રણનીતિ

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસની બેઠક 18 અને 19 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે મળશે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનારી ચૂંટણી તેમજ આગામી લોકસભાની ચૂંટણી પર ચર્ચા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષની આ અંતિમ કાર્યકારિણી બેઠક હશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ હતી. પાર્ટીના સંવિધાન મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દર ત્રીજા મહિના થવી જોઇએ પરંતુ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપા અધ્યક્ષ અમિત શાહની દેશવ્યાપી મુલાકાતને લઇને તેમાં મોડુ થઇ રહ્યું છે.

જે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યાં ભાજપની સરકાર છે. લોકસભા ચૂંટણી અગાઉ આ ત્રણ રાજ્યોમાં જીત મેળવી પક્ષ માટે ઘણુ મહત્વનું છે. જો ભાજપની આ ત્રણેય રાજ્યમાં ફરી જીત થશે તો લોકસભા ચૂંટણીમાં તેને લઇને કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળશે.

divyesh

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

9 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

9 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

10 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

10 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

10 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

10 hours ago