10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક ચોકાવનારી વાત સામે આવી છે. સંશોધકોનું કહેવું છે કે કસરત છોડ્યાના ૧૦ વર્ષ બાદ પણ તેનો ફાયદો મળે છે. અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના સંશોધકોએ પોતાના અભ્યાસ બાદ આ દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર વ્યાયામની અસર આપણા અનુમાનથી ઘણી વધુ સ્થાયી હોય છે.

તાજેતરના સંશોધનમાં સંશોધકોએ ૧૯૯૮થી ૨૦૦૩ની વચ્ચે થયેલા ‘સ્ટડીઝ ટાર્ગેટિંગ રિસ્ક રિડકશન ઈન્ટરવેન્શન થ્રુ ડિફાઈન્ડ એકસર્સાઈઝ અભ્યાસનો ભાગ રહ્યા હતા.

અભ્યાસમાં ૪૦થી ૬૦ વર્ષના ઘણા વયસ્થ સામેલ થયા હતા. તેમાંથી કેટલાકે ખૂબ જ વ્યાયામ કર્યો અને રોજ ઘણી કેલેરી ઘટાડી હતી. કેટલાક પ્રતિભાગીઓ હળવા વ્યાયામ સાથે રોજ ફરતા હતા. બાકીના લોકોએ કોઈ પણ પ્રકારનો વ્યાયામ ન કર્યો.

આ અભ્યાસ સમાપ્ત થયાના એક દાયકા બાદ સંશોધકોએ ફરી વખત ૧૦૦થી વધુ સ્પર્ધકોનો સંપર્ક કર્યો હતો. તાજેતરના અભ્યાસ માટે એ જ લોકોનું ફરી પરિક્ષણ કરાયું. સંશોધકોએ જાણ્યું કે ૧૦ વર્ષ પહેલાં કોઈ પણ વ્યાયામ ન કરનાર લોકોની કમર પર ચરબી ચડી ગઈ હતી. જ્યારે સખત વ્યાયામ કરનારા હજુ પણ સ્વસ્થ હતા અને તેના વ્યાયામ કરવાની ક્ષમતા પણ પાંચ ટકા જ ઘટી હતી.

You might also like