મેઘાલયમાંથી AFSPA સંપૂર્ણપણે નાબૂદ,ગૃહમંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા મેઘાલયમાંથી AFSPA એક્ટને સંપૂર્ણ પણે નાબૂદ કરી નાખી છે. જ્યારે અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી પણ AFSPAને હટાવી લેવાઈ છે. સપ્ટેમ્બર 2017 સુધી મેઘાલયના 40 ટકા વિસ્તારમાં અફસ્પા લાગુ હતી.

પરંતુ બંને રાજ્યોની સરકાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગૃહમંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણય બાદ હવે અરુણાચલ પ્રદેશના માત્ર 8 પોલીસ સ્ટેશનોમાં જ AFSPA લાગુ છે. જ્યારે 2017માં 16 પોલીસ સ્ટેશનો AFSPAથી પ્રભાવીત હતા.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્યારે AFSPA શું છે તે અંગે જો વાત કરવામાં આવે તો આર્મ્ડ ફોર્સ સ્પેશલ પાવર એક્ટ એટલે કે AFSPA સેનાને જમ્મૂ-કશ્મીર અને પૂર્વોત્તરના વિવાદિત વિસ્તારોમાં સુરક્ષાદળોને વિશેષ અધિકાર આપે છે. આ એક્ટને લઈને ખુબ વિવાદ છે. તેના દુરુપયોગના આરોપ સાથે તેને હટાવવાની છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી હતી.

You might also like