ભારતીય બેટ્સમેનોને રોકવા માટે આફ્રિકાના બોલર્સની નવી ચાલ

ડરબનઃ ફોર્મેટ બદલવાની સાથે જ ક્રિકેટની રણનીતિ પણ બદલાઈ ગઈ. ટેસ્ટ શ્રેણીમાં જ્યાં દક્ષિણ આફ્રિકાના બોલર્સ ભારતીય બેટ્સમેનોને ફાસ્ટ અને ઉછાળવાળી પીચ પર સ્વિંગથી પરેશન કરવાની કોશિશમાં હતા, હવે વન ડે શ્રેણી માટે તેઓએ પોતાની રણનીતિ બદલી નાખી છે. વન્ડરર્સના મેદાન પર લીલા ઘાસની સાથે ઊતરવાની તેઓની રણનીતિ ઘાતક સાબિત થઈ. ભારતીય ટીમે ફાસ્ટ અને બાઉન્સી પીચ પર દક્ષિણ આફ્રિકાને માત આપીને યજમાન ટીમની ચાલ નિષ્ફળ બનાવી દીધી હતી.

બંને ટીમ ટેસ્ટ ક્રિકેટને પાછળ છોડીને હવે વન ડે ક્રિકેટની તૈયારીમાં લાગી ગઈ છે. છ મેચની વન ડે શ્રેણી આજથી અહીં ડરબનમાં ભારતીય સમય અનુસાર બપોરે ૪.૩૦ વાગ્યાથી શરૂ થઈ રહી છે. અહીંના મેદાન પર ગઈ કાલે ભારતીય ટીમે ટાયર સાથે કેચ પ્રેક્ટિસ કરી, જ્યારે દક્ષિણ આફ્રિકાના બોલર્સે નેટ્સમાં જોરદાર પ્રેક્ટિસ કરી.

દ. આફ્રિકાના બોલર્સ જાણે છે કે વન ડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન મેદાનના કોઈ પણ ખૂણામાં બોલ મોકલીને રન બનાવી શકે છે. એક વાર તેમનું બેટ બોલવા માંડ્યું તો પછી તેઓને રોકવા આસાન નહીં હોય. આ જ વાતને ધ્યાનમાં રાખીને આફ્રિકાના બોલરોએ યોર્કરની ખાસ પ્રેક્ટિસ કરી.

પ્રેક્ટિસ દરમિયાન પીચ પર રબરનો એક ટુકડો રાખવામાં આવ્યો, જેને દક્ષિણ આફ્રિકાના બોલરોએ પોતાના નિશાન પર રાખ્યો. આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કલ, ક્રિસ મોરિસ, લૂંગી એન્ગિડી %A

You might also like