અફઘાનમાં પણ હિંદુ અને શિખોની માઠી દશા માત્ર 220 બચ્યા : રિપોર્ટ

કાબુલ : ધોળો દિવસ હતો. કાબુલ શહેરનાં હાર્દ સમાન વિસ્તારમાં પોતાની દુકાન ખોલીને હજી બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ચાકુ લઇને એક વ્યક્તિ આવ્યો અને તેની ગર્દન પર ચપ્પુ મુકીને કહ્યું કે ઇસ્લામ કબુલ કરો નહી તો ગળુ કાપી નાખવામાં આવશે. આસપાસનાં લોકો અને અન્ય દુકાનદારોએ જેમ તેમ કરીને તેનો જીવ બચાવ્યો. આ ઘટનાં આ મહિનાની શરૂઆતમાં જ બની હતી. આ અફઘાનિસ્તાનનાં મહત્વહીન થઇ રહેલા હિન્દૂ અને શિખ પર થયેલો નવો હૂમલો છે.

ભયાનક રીતે રૂઊઢીવાદી આ મુસ્લિમ દેશ વધી રહેલા ઇસ્લામીક વિદ્રોહીઓની ઝપટે ચડી ગયો છે.આ કારણે દેશ ભયાનક આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે લધુમતી સમુદાય ખુશીથી અહીં રહેતા હતા. પરંતુ હવે ગણ્યા ગાંઠ્યા હિન્દુ અને શિખ પરિવાર અહીં બચ્યા છે. મોટા ભાગનાં લોકો પોતાની જન્મભુમિ તરફ પાછા ફરી જવા માટે મજબુર બન્યા છે. તેમનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં ભેદભાવ અને અસહિષ્ણુતાએ હાલ માઝા મુકી છે.

જગતારસિંહે કહ્યું કે અમે લોકો દિવસની શરૂઆત ભય અને અલગાવ સાથે કરતીએ છીએ. જો તમે મુસ્લિમ નથી તો આ પ્રકારનાં તોફાની તત્વોની નજરમાં તમે માણસ નથી. મને ખબર નથી પડતી કે ક્યાં જઉ અને શું કરૂ. સદિઓથી હિન્દુઓ અને શિખોએ અફઘાનિસ્તાનનાંવેપારમાં મહત્વની ભુમિકા નિભાવી છે. આજની તારીખે પણ દવાઓ અને આયુર્વેદિકની દુકાનો માટે ઓળખાય છે. પરંતુ હવે તેમનાં પર જીવનો ખતરો પેદા થયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દૂ એન્ડ શિખનાં ચેરમેન અવતાર સિંહે કહ્યું કે હવે અહી 220થી પણ ઓછા હિંદુ અને શિખ પરિવારો બચ્યા છે. તેની તુલનામાં 1992માં કાબુલ સરકાર પડી તે પહેલા અહીં 2,20,000 હિન્દુ અને શિખ પરિવારો હતા. સમગ્ર અફઘાનિસ્તામાં હિંદુ અને શિખ પરિવારો ફેલાયેલા હતા. હવે મોટે ભાગે આ સમુદાય પુર્વી પ્રાંતો જેવા કે નાંગહાર, ગજની અને કાબુલમાં સીમીત થયા છે. જો કે તેઓ પણ ડરનાં ઓથાર હેઠળ જ રહી રહ્યા છે.

You might also like