વિરોધી ટીમને સૌથી ઓછી ઓવરમાં આઉટ કરી અફઘાનિસ્તાને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

હરારેઃ અફઘાનિસ્તાનની ટીમે ઝિમ્બાબ્વેને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાએ ૧૪ વર્ષ પહેલાં સર્જેલા એક વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ ૧૩.૫ ઓવરમાં ૫૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૦૩માં રમાયેલી વન ડેમાં નામિબિયાની આખી ટીમને ૧૪ ઓવરમાં ૪૫ રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી.

આઇપીએલ સાથે જોડાઈને પહેલો અફઘાન ખેલાડી બનનાર મહંમદ નબીના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી અફઘાનિસ્તાને ગત રવિવારે હરારેમાં રમાયેલી વરસાદના વિઘ્નવાળી પાંચમી અને અંતિમ વન ડેમાં ઝિમ્બાબ્વેને ડક્વર્થ લૂઇસ પદ્ધતિથી ૧૦૬ રને હરાવીને શ્રેણી ૩-૨થી જીતી લીધી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૩૫ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સ શરૂ થાય એ પહેલાં વરસાદને કારણે રમત અટકાવવી પડી હતી અને પછી ઝિમ્બાબ્વેની ટીમને ૫૦ ઓવરમાં ૧૬૧ રન કરવાનો લક્ષ્યાંક અફઘાનિસ્તાને આપ્યો હતો. જોકે ઝિમ્બાબ્વેની ટીમ ૧૩.૫ ઓવરમાં ૫૪ રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

http://sambhaavnews.com/

You might also like