અફઘાનિસ્તાનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ નજીક આત્મઘાતી હુમલો, 7નાં મોત

કાબુલ: અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એક આત્મઘાતી હુમલાખોરે પોલીસના વાહનને નિશાન બનાવતાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે. અફઘાન સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં આવેલા પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસની નજીક સૈનિકોએ અભિયાન સમાપ્ત કરી દીધું છે. જેમાં કુલ સાત લોકોનાં મોત થયા છે.

જાણકારી અનુસાર જલાલાબાદમાં આવેલ ભારતીય વાણિજ્ય દૂતાવાસની નજીક સવારે એક હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો. જેમાં સાતનાં મોત થયા હતા. સરકારના પ્રવક્તાએ સમાચાર એજન્સીઓને આપેલી જાણકારી અનુસાર હુમલાખોરે પાકિસ્તાન જવા માટે વિઝા લેવાની લાંબી કતારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે તેને બિલ્ડીંગમાં જબરજસ્તી ઘુસતો અટકાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધો હતો.

You might also like