પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવા અફઘાનીઓની માગણી

કાબુલ: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર દેખાવો થઈ રહ્યા છે. લોકો અફઘાનિસ્તાનના નંગરહાર અને કૂનાર વિસ્તારોમાં પાકિસ્તાનના ગોળીબારનો વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોએ અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીને અપીલ કરી છે કે પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવામાં આવે. હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહમાં પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર દેખાવો કર્યા હતા. તેમાં પાકિસ્તાનને આતંકવાદને ઉત્તેજન આપનાર દેશ તરીકે ગણાવ્યો હતો.

દેખાવકારોએ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવા પ્રમુખ ગનીને અપીલ કરી હતી. લોકોનું એવું પણ કહેવું હતું કે જો પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવામાં આવશે તો અફઘાન તાલિબાન પાક. લશ્કર વિરુદ્ધ યુદ્ધ કરશે.  સભ્યના જણાવ્યા અનુસાર અમે ઈચ્છતા નથી કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન આર્મી અને આતંકીઓના હાથ બરબાદ થઈ જાય. પાકિસ્તાન, બલુચિસ્તાન અને બીજા વિસ્તારોમાં રહેતા અફઘાન લોકો પર આતંકી હોવાનો આક્ષેપ કરીને તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. નંગરહાર અને કુનાર જેવાં અફઘાન શહેર પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે.

પાક-અફઘાનિસ્તાન સરહદે ડુરંડ લાઈનની નજીક પણ પાકિસ્તાન લશ્કર પોતાની પ્રવૃત્તિ વધારી રહ્યું છે. પાક. તાલિબાને પણ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનના મુસ્લિમ સ્કોલર અને આઈએસઆઈ યુવાનોને ધર્મના નામે લડવા ઉશ્કેરી રહ્યા છે. માત્ર તાલિબાન જ નહીં, લશ્કર એ ઝાંગવી, જૈશ એ મહંમદ અને હકાની નેટવર્ક જેવાં આતંકી સંગઠન પણ પાકિસ્તાનની ધરતી પર સક્રિય છે.
http://sambhaavnews.com/

You might also like