અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ લોર્ડ્સ પર રમશે

લંડન: અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ લોર્ડ્સના મેદાન પર પહેલી વાર રમનાર હોવાની જાહેરાત કરાતા ક્રિકેટમાં ઝડપથી પ્રગતિ કરી રહેલા અને ટૂંક સમયમાં જ ટેસ્ટ ક્રિકેટ રમવાની આશા કરતા આ રાષ્ટ્ર માટે આ એક વધુ સિદ્ધિ ગણાશે. અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની આગેવાની હેઠળની એમ.સી.સી. ટીમ સામે ૧૧મી જુલાઈએ ૫૦ ઓવરની મેચ રમશે. અફઘાનિસ્તાનના બે ખેલાડી મહંમદ નબી અને હમીદ હસન અગાઉ એમ.સી.સીના યુવા ખેલાડીઓની યાદીમાં હતા. એમ.સી.સી.ના પ્રમુખ અને ઈંગ્લેન્ડની વન ડે ટીમના ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર મેથ્યુ ફ્લેમિંગે કહ્યું હતું કે અફઘાનિસ્તાન સામે અમારે મજબૂત ટીમ રમવા ઉતારવી પડશે.
http://sambhaavnews.com/

You might also like