અફઘાનિસ્તાનમાં બસ અને તેલના ટેન્કર વચ્ચે અકસ્માતમાં 35નાં મોત

કંધાર : અફઘાનિસ્તાનના દક્ષિણ વિસ્તારના જાબુલમાં આજે સવારે એક પ્રવાસી બસ અને તેલની ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 35 લોકોના મોત થયા છે. જાબુલના ગર્વનર બિસ્મિલ્લા અફગાનમના જણાવ્યા અનુસાર બસ કંધારથી કાબુલ જઇ રહી હતી ત્યારે તેલના ટેન્કર સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટક્કરના કારણે આગ લાગી ગઇ હતી જેમાં બાળકો સહિત મહિલાઓ સળગી ગયા હતા જેની ઓળખ કરવી ઘણી મુશ્કેલ થઇ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કાબુલ કંધાર નેશનલ હાઇવે આતંકવાદથી પ્રભાવિત વિસ્તારમાંથી પસાર થાય છે. જેના કારણે વાહનચાલકો ગભરાહટથી વધુ સ્પીડમાં વાહન ચલાવતાં હોય છે.

You might also like