કાબુલમાં પોલીસ કાફલા પર આત્મઘાતી હુમલો, 27નાંં મોત

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો આતંકી હુમલો થયો છે. પોલીસકર્મીઓને લઇ જતી બસ પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તાલીબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

સૂત્રોને મળતી માહિતી મુજબ પોલીસકર્મીઓને લઇ જઇ રહેલી પાંચ બસનો કાફલો વરદાક વિસ્તારથી કાબુલ જઇ રહ્યો હતો. તે સમયે આત્મઘાતી હુમલાવરે પોતાની જાતને બોંબથી ઉડાવી દીધી હતી. આ હુમલામાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. આ હુમલાના મૃતકોમાં પોલીસ એકેડમીના ઘણા ટ્રેનર્સનો સમાવેશ થાય છે. જેઓની હાલમાં ટ્રેઇનીંગ ચાલી રહી હતી.

You might also like