અફઘાનિસ્તાનમાં ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હૂમલો, 7નાં મોત

728_90

અફઘાનિસ્તાનમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવેલ આત્મઘાતી બોંબ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ હુમલામાં અંદાજે 30 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી શક્યતા છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહર પ્રાંત નજીક યોજવામાં આવેલ એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અંદાજે સાત લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 30થી વધારે લોકોને ઇજા પહોંચી હોવાની અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

પ્રાંતના ગવર્નર અતાઉલ્લા ખોગયાનીના જણાવ્યા અનુસાર હુમલામાં ઘાયલ લોકોમાં ઘણા લોકોની હાલત ઘણી ગંભીર અને ચિંતાજનક છે. આ હુમલો પ્રાંતના કામા જિલ્લામાં થયો છે. જાણકારોના મતે 20 ઓક્ટોબરે યોજાનાર સંસદીય ચૂંટણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

You might also like
728_90