અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 6નાં મોત અને 20 ઘાયલ

અફઘાનિસ્તાનમાં નંગારહરનાં જલાલાબાદ શહેરમાં એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયાં છે. ત્યાં અંદાજે 20 લોકો ઘાયલસ થયાં છે. મળતી જાણકારી મુજબ આ હુમલો બપોરનાં એક ભીડભાડવાળા વિસ્તારમાં થયો છે.

તમને જણાવી દઇએ કે થોડાંક દિવસો પહેલાં અફઘાનિસ્તાનનાં બાગલાન પ્રાંતમાં એક ઉર્જા કંપનીમાં કાર્યરત સાત ભારતીય એન્જીનિયરો સહિત આઠ લોકોને અજ્ઞાત બંદુકધારિયોએ અપહરણ કરી લીધાં હતાં. જો કે કોઇ પણ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી પરંતુ આ ક્ષેત્રમાં તાલિબાનનો વિશેષ પ્રભાવ છે. સ્થાનીય અધિકારીઓએ આ સંગઠન પર શંકા પણ દર્શાવી છે.

ત્યાર બાદ અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ પોતાનાં દેશમાં નવનિયુક્ત ભારતીય ઉચ્ચાયુક્ત વિનય કુમારને કહ્યું છે કે તેઓની સરકાર તાલિબાન દ્વારા અપહરણ કરાયેલ ભારતીય એન્જીનિયરોને મુક્ત કરવામાં કોઇ પણ પ્રકારની કસર છોડી નથી.

અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી રબ્બાનીએ બગલાન પ્રાંતમાં ભારતીય એન્જીનિયરોનાં અપહરણ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે અફઘાન સુરક્ષાકર્મી તે એન્જીનીયરોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં કોઇ પણ પ્રકારની કસર છોડી નથી.

તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે ભારતીયોને મુક્ત કરવાની દિશામાં કબાયલી નેતાઓનાં આધારે વિશેષ પ્રયાસ પણ શરૂ કરી દેવામાં આવેલાં છે. રબ્બાનીએ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાતચીત પણ કરી હતી. જેમાં તેઓએ એવો વિશ્વાસ આપ્યો હતો કે અફઘાન સરકાર એન્જીનીયરોની જલ્દી મુક્તિ માટે કોઇ પણ કસર બાકી નહીં રાખે.

You might also like