અપહરણ કરાયેલા ભારતીયોને છોડાવવા અફઘાની સરકાર સક્રિય

અફઘાનિસ્તાનમાં સુરક્ષા અધિકારીએ અપહરણ કરાયેલા સાત ભારતીય એન્જિનીયરોને છોડાવવા માટે સ્થાનીક કબીલાઓનાં સરદાર સાથે મળીને તેઓ કામ કરી રહ્યાં છે.

સાતેય ભારતીયોનું રવિવારે તાલિબાનનાં બંધુકધારીઓએ અશાંત ઉત્તરી બગલાન પ્રાંતમાં અપહરણ કરી લીધું હતું. આ મામલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અફઘાનીસ્તાનનાં વિદેશ મંત્રી સાથે વાત કરી છે.

મીડિયામાં સોમવારે પ્રકાશિત રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. પ્રાંતીય પોલીસનાં પ્રવક્તા જબીઉલ્લા શુજાએ કહ્યું હતું કે, આરપીજી સમુહની કંપની કેઈસી ઈંટરનેશનલનાં ભારતીય એન્જિનીયર એક વિજળી ઉપકેન્દ્રનાં નિર્માણની પરિયોજના પર કામ કરી રહ્યાં હતાં. તમામ સાત એજિનિયરે રવિવાર કાર્યની પ્રગતિની તપાસ માટે જઈ રહ્યાં હતાં.

ચશ્મા-એ-શીર વિસ્તારમાં ઉગ્રવાદીઓએ તેમનું અપહરણ કરી લીધું. શુજાએ કહ્યું કે ઈંજિનિયરોને લઈ જઈ રહેલો તેમનો અફઘાન વાહન ચાલક પણ ગાયબ છે. આ લોકોને છોડાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રાંતમાં સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે અપહરણ કરાયેલાં ભારતીય એન્જિનીયરોને છોડાવવા માટે અફઘાની દળ, સરકારી અધિકારી અને સ્થાનીક કબીલાઓનાં સરદાર પ્રયાસ કરી રહ્યાં છે. પ્રાંતીય ગવર્નર અબ્દુલ નેમતીએ કહ્યું કે સુરક્ષા દળ અને સ્થાનીક અધિકારી અપહરણ કરાયેલા એન્જિનીયરો અને તેમનાં ડ્રાઈવરને શોધવાનાં પ્રયત્નો કરી રહ્યાં છે.

તેમણે આશ્વાસન આપતા કહ્યું કે તેમને જલ્દીથી શોધી લેવામાં આવશે. બગલાનનાં ગવર્નરે રવિવારે કહ્યું હતું કે આતંકી સમુહે ભારતીય લોકો અને તેમના ડ્રાઈવરને સરકારી કર્મચારી સમજીને અપહરણ કર્યુ છે.

અત્યાર સુધીમાં કોઈપણ સમુહે અપહરણની જવાબદારી લીધી નથી. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે તેઓ અફઘાનિસ્તાનમાં અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને વર્ષ 2016માં કાબુલમાં 40 વર્ષીય ભારતીય રાહત કર્મી જુડિથ ડિસૂઝાનું અપહરણ કરવામાં આવ્યું હતું.

તેને 40 દિવસ બાદ છોડવામાં આવ્યો હતો. ભારતે યુદ્ધથી જર્જરિત અફઘાનીસ્તાનને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછા 2 અરબ ડોલરની સહાયતા કરી હતી.

You might also like