અફઘાની દિલ્હીથી અમદાવાદ આવી ભારતીય નાગરિક બની ગયો!

અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ સુલતાન મહોલ્લામાં પડોશીની હત્યા કરનાર અફધાનીસ્તાનના શૈફુલ્લાહ અકબરખાન પઠાણ ઉર્ફે રહેમાનખાન પઠાણ ભારતીય નાગરિક હોવાના બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં મેટ્રો કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અફધાની શૈફુલ્લાહ પઠાણ વર્ષ ૨૦૧૨માં દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા બાદ નામ બદલીને અમદાવાદમાં રહેતો હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું છે. શૈફુલ્લાહે બે બોગસ દસ્તાવેજ કોની પાસે બનાવ્યા અને દિલ્હી કયા સમયે એરપોર્ટ પર ઊતર્યો હતો તેની તપાસ માટે પોલીસ અફઘાનીને લઈ દિલ્હી જશે.

દરિયાપુરમાં રહેતા યુસુફ ઉસ્માનગની શેખની હત્યાના કેસમાં દરિયાપુર પોલીસે તેની પૂછપરછમાં રહેમાનખાન અફધાનીસ્તાનનો હોવાનું સામે આવ્યું હતું. રહેમાન પાસેથી પોલીસને મળી આવેલા દસ્તાવેજોની ચકાસણી કરતાં બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યુ હતું. તેની પૂછપરછ કરતાં રહેમાનખાન પઠાણનું અસલ નામ શૈફુલ્લાહ અકબરખાન પઠાણ હોવાનું સામે આવ્યું હતું. ચાર વર્ષ પહેલાં દિલ્હી એરપોર્ટ પર અફ્ધાનીસ્તાનથી આવ્યો હતો ત્યાર બાદ ગાયબ થઇ ગયો હતો અને નામ બદલીને અમદાવાદ બિનઅધિકૃત રીતે રહેતો હતો. પોલીસે ગઇ કાલે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમ્યાન શૈફુલ્લાહ ઉર્ફે રહેમાન ખાન પઠાણ બોગસ દસ્તાવેજો કોની મદદથી બનાવ્યા તે મુદ્દે તપાસ શરૂ કરી છે ત્યારે દિલ્હી કોના સંપર્કથી અમદાવાદ આવ્યો તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like