હિપ્નોટિઝમની અસરમાં બિગબજારના કેશિયરે ATMમાંથી રૂપિયા ઉપાડી આપી દીધા

અમદાવાદ: અમે તારું ભલું કરીશું તેમ કહીને રાજસ્થાનના એક યુવકને હિપ્નો‌ટાઇઝ કરીને બે ગ‌િઠયાઓ ૧૧ હજાર રૂપિયા રોક્ડા અને મોબાઇલ ફોન લઇને જતા રહ્યા હોવાનો કિસ્સો વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. બન્ને ગ‌િઠયાઓએ યુવકને એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનું કહ્યું હતું.

રાજસ્થાનના અતીથમંડ ગામનો રહેવાસી અને થલતેજમાં ભાડાના મકાનમાં રહેતા કમલકિશોર પંચાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચી‌ટિંગની ફરિયાદ કરી છે. કમલકિશોર વસ્ત્રાપુર ખાતે આવેલ બિગબજારમાં કે‌શિયર તરીકે નોકરી કરે છે. ગઇ કાલે બાર વાગ્યાની આસપાસ કમલકિશોર નોકરી માટે ઘરેથી નીકળ્યો હતો. એ.એમ.ટી.એસ બસમાં બેસીને હિમાલયા મોલ પાસે ઊતરી ગયો હતો.

હિમાલયા મોલથી તે આલ્ફા વન મોલ ચાલતો ચાલતો જતો હતો ત્યારે એક યુવક તેની પાસે આવ્યો હતો, જેના હાથમાં એક રૂમાલ હતો. યુવકે કમલકિશોરના ખભા પર હાથ રાખ્યો હતો અને ક્યાં જવું છે, કયા ગામના છો તેમ કહીને વાતો શરૂ કરી હતી.

થોડીક મિનિટ પછી બીજો એક યુવક તેની પાસે આવ્યો હતો. બન્ને યુવક એકબીજાને ઓળખતા હતા. બન્ને જણાએ કમલકિશોરને કહ્યું હતું કે અમે તારું ભલું કરી દઇશું તેમ કહીને હિપ્નો‌ટાઇઝ કરી લીધો હતો. કમલકિશોર નોકરી પર જવાની જગ્યાએ બન્ને યુવકો પાસે ગયો હતો.

બન્ને યુવકોએ કમલકિશોરને કહ્યું હતું કે તારી પાસે બેંકમાં જેટલા રૂપિયા છે તે ઉપાડીને લાવ અને અમને આપ. કમલકિશોર બે એટીએમમાં જઇને કુલ ૧૧ હજાર રૂપિયા ઉપાડ્યા હતા અને બન્ને જણને આપી દીધા હતા આ સિવાય મોબાઇલ પણ તેને આપી દેવાનું કહેતાં તેને આપી દીધા હતો. મોબાઇલ અને રૂપિયા આવી જતાં બન્ને જણાએ કમલકિશોરને કહ્યું હતું કે તારે નોકરી જવાનું મોડું થતું હશે તો તું જા…

You might also like