હાર્દિક પંડ્યા કોલકાતાની મોડલનાં પ્રેમમાં બોલ્ડ ?

નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. જો કે આ આખી મેચમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ઘોની હીરો રહ્યા હતા. હાર્દિક પંડ્યાની પ્રસિદ્ધિીમાં આ મેચ બાદ એકાએક ઉછાળો આવ્યો હતો. જો કે આ મેચ પુરી થયા બાદ હવે હાર્દિકનાં સીક્કા પડી રહ્યા છે ત્યારે તેનું નામ કોલકાતાની એક મોડલ સાથે જોડાઇ રહ્યું છે. લીશા શર્મા નામની 21 વર્ષીય મોડલનાં પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો હોય તેવા એક અંગ્રેજી અખબારનાં અહેવાલો આવી રહ્યા છે.

અખબારનાં મતે હાર્દિક અને લીશા લાંબા સમયથી એક બીજાના સંપર્કમાં છે. હાર્દિક અને લીશા તાજ હોટલમાં ડીનર તથા કોલકાતાનાં એક મોલમાં શોપિંગ કરતા પણ જોવા મળ્યા હતા. મોડેલ લીશાને આ અંગે પુછવામાં આવ્યું હતું ત્યારે તેણે જણાવ્યું કે તે જમીન સાથે જોડાયેલા શાંત અને પરફેક્ટ વ્યક્તિ છે. અમે બંન્ને માત્ર સારા મીત્રો છીએ તેવી સ્પષ્ટતા તેણે કરી હતી. જો કે તેણે સાથે ટકોર પણ કરી હતી કે હાર્દિક એક પરફેક્ટ ડેટિંગ મટીરિયલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લીશા શર્મા કોલકાતાની એક લોકપ્રિય મોડલ છે. તે મુળ જમશેદપુરની રહેવાસી છે. લીશા અનેક બ્રાન્ડ માટે કામ પણ કરી ચુકી છે. ઉપરાંત બોલિવુડમાં જેના નામનાં ડંકા વાગે છે તે મનીષ મલ્હોત્રા સાથે પણ કામ કરી ચુકી છે. લીશા રણવીરસિંહની ખુબ જ મોટી ફેન છે. જો કે હાર્દિક અને લીશા વચ્ચે શું ખીચડી રંધાઇ રહી છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. હાલ તો તે બંન્ને નિયત સારા મિત્રો હોવાનો જ જવાબ આપી રહ્યા છે.

You might also like