દારૂનું વ્યસન છોડવા માટે એરોબિક્સ કે ડાન્સ કરો

એરોબિક એકસર્સાઇઝ એ માત્ર વજન ઘટાડવા કે બ્લડપ્રેશર કંટ્રોલ કરવા માટે જ નહીં, આલ્કોહોલનું વ્યસન દૂર કરવામાં પણ મદદરૂપ થઇ શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ બફેલોના સાયન્ટિસ્ટનું કહેવું છે કે મ્યુઝિકના સહારે થતી એરોબિકસ એક્સર્સાઇઝ કે ડાન્સ-મૂૂવ્સ ધરાવતી એક્સર્સાઇઝ કરવાથી મગજમાં કુદરતી રીતે સ્રવતા ન્યુરોટ્રાન્સમીટરની વ્યવસ્થામાં બદલાવ આવે છે.

વ્યક્તિ જ્યારે દારૂ પીએ છે ત્યારે મગજમાંથી ડોપામાઇન નામનો ન્યુરોટ્રાન્સમીટર સ્રવે છે, જે વ્યકિતને ફિલગુડ ફીલિંગ્સ આપે છે. એના કારણે વ્યક્તિને વારંવાર દારૂ પીવાનું અને વારંવાર મગજને અકુદરતી રીતે હાઇફિલ કરવાનું મન થાય છે.

અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે જ્યારે એરોબિક એક્સર્સાઇઝ કરવામાં આવે છે ત્યારે મગજ કુદરતી રીતે જ ડોપામાઇન કેમિકલનો હાઇ ડોઝ પેદા કરવાનું અટકાવી દે છે. ફિલગુડ ‌ફીલિંગ ન મળતી હોવાથી દારૂ પીવાનું વારંવાર મન થતું અટકે છે.

You might also like