તીવ્ર એરોબિક એક્સર્સાઈઝ કરવાથી વધતી ઉંમરનો પ્રભાવ ઘટાડી શકાય છે

હાઈ ઈન્ટેનસિટીવાળી એટલે કે તીવ્ર એરોબિક એક્સર્સાઈઝ કરવાથી વધતી ઉંમરના કારણે શરીર પર પડતાં પ્રભાવની અસરને ઘટાડી શકાય છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના સંશોધક કે.શ્રીકુમારન નાયરે જણાવ્યું કે હાઈ ઈન્ટેનસિટીવાળી એરોબિક એક્સર્સાઈઝ સ્નાયુઓમાં રહેલા પ્રોટીનના પ્રમાણમાં વધારો કરે છે. જેથી તેમની કાર્યક્ષમતામાં અને એનલાર્જમેન્ટમાં વધારો થાય છે. વળી નવા પ્રોટીન બનાવતી સેલ્યુલર મશીનરીને પણ તેનાથી ફાયદો થાય છે. અા બંનેની સહિયારી અસરથી વધતી ઉંમરનો દુષપ્રભાવ રિવર્સ થાય છે અને મેટાબોલિઝમને પણ ફાયદો થાય છે.
http://sambhaavnews.com/

You might also like