ભડક્યા અડવાણી, કહ્યું-સંસદમાં હંગામો કરનારાઓને કરો બહાર

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે ગૃહમાં જે પણ ધારાસભ્ય અને દળ હંગામો કરી રહ્યા છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. લોકસભામાં વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હંગામાની વચ્ચે લાલકૃષ્ણ અડવાણીએ સંસદીય કાર્યમંત્રી અનંત કુમારને કહ્યું કે આ લોકો ચર્ચા કરી રહ્યા નથી દરરોજ હંગામો કરે છે. અથવા તો કોઇ રસ્તો નિકળે અથવા સ્પીકર એ લોકાને બહાર નિકાળે. અડવાણીએ એવું પણ કહ્યું કે જે ઘારાસભ્ય હંગામાથી બહાર નથી આવતું તેમનો પગાર કાપી નાંખવામાં આવે.

નોંધનીય છે કે નોટબંધી વિરુદ્ધ સંસદના બંને ગૃહમાં વિપક્ષી દળોના હંગામાના કારણે ગૃહનું કામકાજ ચાલી રહ્યું નથી, સત્તા પક્ષ અને વિપક્ષમાં ઘણા લાંબા સમયથી ઘણી અડચણો બનેલી છે. બુધવારે પણ બંને સદનોમાં રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષઅ હંગામો શરૂ કરી દીધો હતો. સંસદના શિયાળા સત્રમાં અત્યાર સુધી અત્યાર સુધી નોટબંધીની મુદા પર હંગામો ચાલતો હોવાને કારણે કોઇ કામકાજ થઇ શક્યું નથી.

લોકસભાના નિયમ હેઠળ વોટિંગ કરાવીને ચર્ચા કરાવવા પર વિપક્ષ અડગ છે, તો રાજ્યસભામાં પણ પ્રધાનમંત્રી મોદી પાસેથી માફી મંગાવવાની માંગને લઇને લિપક્ષ હંગામો કરી રહ્યું છે. તમામ સમસ્યા પર વિપક્ષી સાંસદોના હંગામાંના કારણે સંસદનો કિંમતી સમય બર્બાદ થાય છે અને આવી રીતે સંસદ ચલાવવા માટેના જરૂરી કરોડો રૂપિયાનું સ્વાહા થઇ જાય છે. હંગામા કરનારા લોકોની વિરુદ્ધ કોઇ ખાસ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. જો કે આ માટે ફક્ત કોંગ્રેસ અથવા હાલના વિપક્ષી દળોને દોષ આપવો જોઇએ નહીં, ભાજપ જ્યારે સત્તામાં નહતી તો એમને પણ ઘણી સમસ્યાઓને લઇને ઘણા લાંબા સમય સુઘી સંસદ ચાલવા દીધું નહતું.

You might also like