યુપીઃ વકીલની હત્યા બાદ મામલો તંગ, યોગી સરકારે આપ્યા તપાસનાં આદેશ ….

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદમાં થયેલી વકીલની હત્યા બાદ તેના પરિવારજનોને 20 લાખની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. સાથે જ અધિકારીઓને 24 કલાકમાં કાર્યવાહી કરી અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

વધુમાં જણાવીએ તો અલ્હાબાદનાં કર્નલગંજ થાના ક્ષેત્રમાં ગુરૂવારે એક વકીલની હત્યા બાદ મામલો તંગ બન્યો હતો. વકીલોએ મૃતદેહને રસ્તા પર મુકીને રસ્તો રોક્યો હતો. એટલું જ નહી ઘણાં ક્ષેત્રોમાં આગચંપીની ઘટનાઓ પણ બની હતી. આ મામલાની ગંભીરતા દાખવતા પ્રશાસને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે કોર્ટ જઈ રહેલા વકીલ રાજેશ શ્રીવાસ્તાવની બાઈક સવારોએ ગોળી મારીને હત્યા કરી નાખી. ગોળી માર્યા બાદ આરાપીઓ ફરાર થયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે ગુરૂવારે કુંભની તૈયારીઓની સમીક્ષા માટે પ્રદેશનાં ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય ચિફ સેક્રેટરી રાજીવ કુમાર પણ શહેરમાં છે અને જ્યાં હત્યા થઈ ત્યાંથી બંન્નેનો કાફલો થોડાક સમય પહેલાં જ પસાર થયો હતો.

વકીલોનાં આક્રોશને જોતાં મુખ્યમંત્રીએ વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યાં છે.

You might also like