ચાઇનીઝ ભોજન છે ખતરનાક, ખાતા પહેલાં જરૂરથી વાંચો

જો તમને ચાઇનીઝ ભોજન ખૂબ જ ભાવતું હોય તો તમારે આ સમાચાર ચોક્કસથી વાંચવા જોઇએ. વધારે માત્રામાં ચાઇનીઝ ખાવાથી ચાઇનીઝ રેસ્ટોરેન્ટ સિડ્રોમ થઇ શકે છે. આ બિમારી ચાઇનીઝ ફૂડમાં હાજર તત્વો મોનોસોડિમ ગ્લૂટામેટને કારણે થાય છે.

ચાઇનીઝ ફૂડમાં હાજર મોનોસોડિયમ ગ્લૂટામેટ બ્લડ પ્રેશરના દર્દી માટે નુકશાન કરતા છે. એટલું જ નહીં MSG દિમાગને પણ ક્ષતિગ્રસ્ત કરે છે. તે નર્વસ સેલ્સને પણ અસર કરે છે. જેનાથી યાદશક્તિ પર અસર પડે છે.

ચાઇનીઝ ડિશમાં ખૂબ જ કેલરી હોય છે. જેને વધારે પ્રમાણમાં ખાવાથી વજન વધી જાય છે. ચાઇનીઝ ફૂડને બનાવવામાં ખૂબ જ પ્રમાણમાં તેલનો ઉપયોગ થાય છે. વધારે પ્રમાણમાં તેલ વાળુ ખાવાને કારણે એસિડીટીની સમસ્યા પણ સર્જાઇ શકે છે. ગર્ભાવસ્થા દરમ્યાન ચાઇનીઝ ફૂડ ન ખાવું જોઇએ. તે ગર્ભસ્થ બાળકના વિકાસમાં અવરોધકરૂપ સાબિત થાય છે.

Madras

You might also like