આ છે સિંગલ રહેવાના 5 વાસ્તવિક ફાયદા

હાલના દિવસોમાં એવા લોકોની સંખ્યામાં વધારો થતો ગયો છે જે લોકો સિંગલ રહેવાનું પસંદ કરે છે. જે વ્યક્તિ સિંગલ છે એ પૂરી રીતે પોતાના પર, પોતાના લક્ષ્ય પર અને પોતાની જાતને ખુશ રાખવાનું ધ્યાન રાખી શકે છે. થોડાક વર્ષો પહેલા થયેલા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે સિંગલ રહેવાના ઘણા ફાયદા છે.

1. સિંગલ લોકોની ગાઢ મિત્રતા
રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે જે લોકો સિંગલ હોય છે મેરિડ લોકોની સરખામણીમાં એમનો સંબંધ ઘના લોકો સાથે, મિત્રો સાથે કે પાડોશી સાથે સૌથી સારો હોય છે.

2. તમે રહેશો વધારે ફીટ
એક સંશોધનમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે બ્રિટનમાં 73 ટકા લોકો જે એક સપ્તાહમાં 150 મિનીટની એક્સરસાઇઝ પણ કરી શકતાં નથી એ દરેક લોકા મેરિડ હતા. તો બીજી બાજુ સિંગલ અથવા ડિવોર્સી લોકો વધારે ફીટ રહે છે. 2013 માં થયેલા એક રિસર્ચમાં પણ આ વાત જાણવા મળી છે કે નવદંપતિઓનું લગ્નના 4 વર્ષની અંદર વજન વધી જાય છે.

3. કામમાં સંતોષ
જ્યારે તમે સિંગલ હોઉ છો તો તમે ઇચ્છો એટલો સમય પોતાના કરિયરને સારી બનાવવા માટે આપી શકો છો. રિસર્ચમાં પણ આ વાત જાણવા મળી છે કે લગ્નવાળી અથવા રિલેશનશીપમાં રહેનારા લોકોની સરખામણીમાં સિંગલ લોકો પોતાના કામને વધારે એન્જોય કરે છે.

4. પૈસાની બચત
પોતાના સંબંધીઓના ઘરે જવું, સાસરી પક્ષના લોકો માટે ભેટ લઇને જવું અથવા પોતાના પાર્ટનર સાથે લંચ અથવા ડિનર ડેટ પર જવાનું હોય. એવા લોકો જે સિંગલ છે એમની સરખામણીમાં રિલેશનશીપમાં રહેતા લોકોને વધારે ખર્ચ થાય છે. સાથે સિંગલ લોકોને લોન લેવાની શક્યતા પણ ઓછી રહે છે.

5. ઊંઘ સારી થાય
સિંગલ હોવાની સૌથી સારી વાત એ છે કે તમારે તમારો બેડ કોઇની સાથે શેર કરવો પડતો નથી. તમારું મન થાય ત્યારે સૂઇ શકો છો. જ્યારે મન થાય ત્યારે ઊઠી શકો છો. કોઇ પૂછનારું નથી હોતું તો ઇચ્છા થાય એટલા કલાકો સૂઉ શકો છો. અને જેમ કે દરેક લોકો જાણે છે જ્યારે તમારી ઊંઘ પૂરી થાય છે તો તમારો મૂડ પણ સારો થાય છે.

visit: http://sambhaavnews.com/

You might also like