એડલ્ટ કોમેડી કરવી ગમે છેઃ અાફતાબ

બોલિવૂડ અભિનેતા અાફતાબ શિવદાસાની હવે ‘ક્યા કૂલ હૈ હમ-૩’ ફિલ્મ સાથેે અાવી રહ્યો છે. રિલીઝ પહેલાં જ ચર્ચામાં રહેલી અા ફિલ્મ અંગે વાત કરતાં અાફતાબ કહે છે, અમે એક નવા ઝોનરને ઇન્ટ્રોડ્યૂસ કરવાની કોશિશ કરી છે, તેનું નામ છે પોર્ન કોમેડી. અાજે લોકો એડલ્ટ કોમેડી પર અાધારિત ફિલ્મો પસંદ કરી રહ્યા છે. હું અાવી ફિલ્મો કરું છું તેના પર ઘણા સવાલ પણ ઊઠ્યા છે, પરંતુ હું અાવી ફિલ્મો એટલે કરું છું, કેમ કે હું તેમાં ખૂબ જ કમ્ફર્ટ અનુભવી રહ્યો છું. હું અા કોમેડી ઝોનરને એન્જોય કરું છું. મેં મારી અત્યાર સુધીની કરિયરમાં કુલ ૪૫ ફિલ્મો કરી છે, તેમાંથી બધી અલગ અલગ ઝોનરની છે. મને ડ્રામા અને એક્શન ફિલ્મો કરવાની પણ મજા અાવે છે.

પોતાનો ડ્રીમ રોલ શું છે તે અંગે જણાવતાં અાફતાબ કહે છે કે અૈતિહાસિક અથવા સેના પર અાધારિત ફિલ્મો કરવી મને ગમે છે, જોકે અત્યારે લોકો એમ કહેશે કે હું એડલ્ટ કોમેડી ફિલ્મો કરું છું અને અાવું કરું છું, પરંતુ મેં એક અભિનેતા તરીકે મારી ઇચ્છા જણાવી છે.

You might also like