અદનામ સામીઅે કુલભૂષણના બચાવમાં કહ્યું પાકિસ્તાનનો નિર્ણય ન્યાયની વિરુદ્ધ

નવી દિલ્હી: પૂર્વ પાકિસ્તાની અને હવે ભારતીય સિંગર અદનામ સામીઅે ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને પાકિસ્તાનમાં મોતની સજા સંભળાવ્યાનો વિરોધ કર્યો છે. અદનામ સામીઅે પાકિસ્તાનના અા નિર્ણયને ખોટો ઠેરવતાં જણાવ્યું છે કે કુલભૂષણ જાદવને અા પ્રકારે સજા સંભળાવવી તે ન્યાયની વિરુદ્ધ કરાયેલો તર્કહીન નિર્ણય છે.

અદનામ સામીઅે કહ્યું કે હું હજુ હમણાં યુકેથી પરત ફર્યો છું અને અાવતાં જ મને કુલભૂષણ જાદવના સમાચાર મળ્યા. અા અંગે મેં વધુ કોઈ રિસર્ચ કર્યું નથી તેથી અા મુદ્દે વધુ વાત નહીં કરું પરંતુ હું જેટલો સમજ્યો છું તેની પરથી મને લાગે છે કે પાકિસ્તાને એક ખૂબ જ અન્યાયપૂર્વક નિર્ણય લીધો છે.

મને લાગે છે કે પાકિસ્તાન દ્વારા અા કોઈ ડ્રામા પણ હોઈ શકે. પરંતુ અા નિર્ણય અત્યંત તર્ક વિહિન છે. અદનામ પોતાની વાતને અાગળ વધારતાં કહે છે કે કાશ પાકિસ્તાન અાવી જ સજા અાપવામાં ઉતાવળ અે લોકો માટે કરે જે લોકો ત્યાં લૂંટ ચલાવી રહ્યા છે. પરંતુ તેમને અા જ એક વ્યક્તિ મળી જેના પર તેમણે અા પ્રકારનો નિર્ણય લીધો.

અા નિર્ણય અત્યંત વાહિયાત છે. કુલભૂષણ જાદવ પર ચાલી રહેલો કેશ અાર્મીની ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ દ્વારા ચલાવાયો. તેનો અર્થ અે છે કે સૈન્ય જુરી કાયદાકીય રીતે પ્રશિક્ષિત નથી. તે સ્વતંત્ર અને નિષ્પક્ષ પણ નથી. તે સંપૂર્ણ રીતે પાકિસ્તાની સેનાના કમાન્ડ અને કન્ટ્રોલમાં કામ કરે છે. અા ઇન્ટરનેશનલ કન્વેન્સન અોફ સિવિલ એન્ડ પોલિટિકલ રાઈટ્સના અાર્ટિકલ ૧૪ની ભાવના વિરુદ્ધ છે.
http://sambhaavnews.com/

You might also like