અદનાન સામીના ઘરે પુત્રી જન્મ

મુંબઇઃ અદનાન સામીના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આજે સવારે ટવિટર પર આ અંગે માહિતી આપી છે. અદનાને પુત્રીનું નામ મદીના રાખ્યું છે. તે અને તેની પત્ની રોયા પુત્રી જન્મથી ખૂબ જ ખુશ છે. કારણકે તેઓ બંને એક પુત્રીની ઇચ્છા ધરાવતા હતા અને તેમના ઘરે પુત્રીનો જન્મ થયો છે.

પુત્રી જન્મની ખુશી ટવિટર પર શેર કરવા સાથે અદનાને લખ્યું છે એક ઓર જશ્ન થશે. અદનાન સામીને હાલમાં જ બ્રિટિશ પાર્લિયામેન્ટ તરફથી મ્યુઝિકની દુનિયામાં યોગદાન આપવા બદલ એશિયન એવોર્ડ આપવામાં આવ્યો છે. જેના માટે તે પોતાની પુત્રીને લક્કી માને છે. આ એવોર્ડ લેવા સાથે અદનનાને કહ્યું છે કે હું તેને મારા પિતાને સમર્પિત કરીશ. સાથે જ ભારતના નામ પર લઇશ.

http://sambhaavnews.com/

You might also like