યુપીમાં ‘ટીકા અને ટોપી’નો ભેદભાવ રખાશે નહીંઃ યોગી

લખનૌ: ઉત્તર પ્રદેશની નવી સરકારે દોઢ મહિના બાદ ‘આજ તક’ મંચ પર પોતાના કામનાં લેખાંજોખાં રજૂ કર્યાં હતાં.
સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું યુપીમાં ગાયોની તસ્કરી સંપૂર્ણપણે બંધ થઇ જશે. જનતા પર અત્યાચાર કરવામાં આવશે નહીં. ખોટા ખર્ચાઓ બંધ કરાશે. હવે સૌનો વિકાસ કરાશે. કોઇની સાથે તૃષ્ટીકરણ થશે નહીં. અહીં ટીકા અને ટોપીનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. યોગીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની અંદર ગરીબ અને મધ્યમવર્ગના તમામ લોકોને આવાસ પૂરાં પાડવામાં આવશે.

કોઇ પણ અધિકારીને હટાવવા માટે કારણ આપવું પડશે. અમે ખેડૂતો, નવયુવાનો અને પ્રાથમિક માળખા માટે પ્રાથમિકતા નક્કી કરી છે. ઉત્તર પ્રદેશમાં વીઆઇપી કલ્ચરનો અંત આવી જશે. અમે યુપીનું જંગલરાજ ખતમ કરીને જ રહીશું. કાયદો હાથમાં લેવા પર સખત કાર્યવાહી કરાશે. કોઇ પણની ભલામણ કામ નહીં આવે. જાતિ, લિંગ કે ધર્મના આધારે કોઇ ભેદભાવ રાખવામાં આવશે નહીં.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મારી રોજની કામગીરી સવારે ૩-૦૦ વાગ્યાથી શરૂ થઇ જાય છે. ઉત્તર પ્રદેશને બદલવા માટે ઊર્જા સાથે કામ કરી રહ્યો છું. ૧પ જૂન સુધીમાં યુપીને ખાડામુક્ત બનાવાશે. એન્ટી રોમિયો સ્કવોડની કાર્યવાહી આગળ ચાલશે. બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે. તેમણે નિયમોનું પાલન કરવું જ પડશે
http://sambhaavnews.com/

You might also like