બિહારનાં આદિત્ય સચદેવા મર્ડર કેસમાં JDU નેતાનાં પુત્ર રોકી યાદવ સહિત ત્રણને આજીવન કેદ

ગયા: બિહારનાં ચર્ચિત ગયા રોડરેજ મામલે આજે એડીજે કોર્ટે રોકી યાદવ સહિત બે આરોપી ટોની અને બોડિગાર્ડ રાજેશને ઉમ્રકેદની સજા સંભળાવી છે. સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને રોકી યાદવનાં પિતા બિંદી યાદવને પણ પાંચ વર્ષની સજા અને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. 31 ઓગષ્ટે કોર્ટે રોકી યાદવ, બિંદી યાદવ, રાજેશ કુમાર અને ટોની યાદવને દોષી કરાર જાહેર કર્યા હતાં.
7મી મેં, 2016એ આદિત્ય સચદેવા પોતાનાં દોસ્ત નાસિર હુસૈન, આયુષ અગ્રવાલ, મો.કૈફી, અંકિત અગ્રવાલની સાથે બોધ ગયાથી ઘરે આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ એમનો ઝઘડો રોકી યાદવ સાથે થઇ ગયો અને ગુસ્સામાં જ રોકી યાદવે પોલીસલાઇન રોડ પર આદિત્ય સચદેવાની ગોળી મારી હત્યા કરી નાંખી.

આ મામલે રોકી યાદવ સાથે ટોની યાદવ અને એમએલસી મનોરમા દેવીનાં અંગરક્ષક રાજેશકુમારને પણ જેલ મોકલી દેવાયાં. આ મામલે 12 મેંનાં દિવસે રોકી યાદવની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે સુપ્રિમ કોર્ટનો સ્પષ્ટ આદેશ હતો કે 11 સપ્ટેમ્બર પહેલાં આ કેસનો ચુકાદો આવી જવો જોઇએ. આદિત્ય સચદેવાનાં માતા-પિતાએ પણ આરોપી રોકી યાદવ માટે ઉંમરકેદની સજા મળે તેવી જોગવાઇ કરી હતી. જેને લઇ આજે એડીજે કોર્ટે રોકી યાદવ સહિત બે આરોપી ટોની અને બોડિગાર્ડ રાજેશને ઉમ્રકેદની સજા સંભળાવી દીધી છે.

You might also like