આદિત્ય રોયને ચડ્યો નશો

વાસ્તવ ફિલ્મના સંજય દત્તની આકર્ષક બોડી અને ‘ઓ ઓ જાને’માં સલમાન ખાનનો શર્ટ વગરનો ડાન્સ તો તમને યાદ જ હશે. આ બંને માઇલસ્ટોનના કસાયેલા શરીરથી પ્રેરાઇને લોકોએ બોડી બનાવવાની બાબતને ગંભીરતાથી લીધી હતી. ત્યાર બાદ ‘કહો ના પ્યાર હૈ’ના ઋત્વિક રોશન અને ‘ગજની’ના આમિર ખાનના પેક્સ જોઇને તેમણે યુવાનોને જિમમાં જવા માટે મજબૂર કરી દીધા હતા. એ પણ ફિટનેસ માટે નહીં, પરંતુ પેક્સ બનાવવા માટે. લગભગ બે દાયકાથી ચાલતી પેક્સ બનાવવાની આ થીમને કદાચ આદિત્ય રોય કપૂર તોડશે.

આદિત્યને પોતાની ફિલ્મ ‘ફિતૂર’ માટે પોતાની બોડીને આકર્ષક આકાર આપવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. પોતાને પાત્રમાં બંધ બેસાડવા માટે તેને નશો ચડ્યો હતો, જ્યારે યુવાનો તેના આ લુકને જોશે તો તેઓ પણ આકર્ષક બોડી બનાવવાની બાબતને ગંભીરતાથી લેશે. બોડી સ્કલ્પટિંગ એટલે પોતાના શરીરને નિયમિત અભ્યાસ અને કસરતથી આકર્ષક આકાર આપવો. બોડી બિલ્ડિંગ વખતે થતો ભારે વજનવાળો ખેલ હોતો નથી. દેશી કસરત, દોડભાગ અને ખોરાકનું સંતુલન હોય છે.

કાશ્મીરી યુવક જેવા દેખાવવા માટે આ લુક જરૂરી હતો, કારણ કે કાશ્મીરના યુવાનોની કાયા પહાડોના કારણે ટોન્ડ હોય છે. આ ફિલ્મમાં આદિત્ય સાથે પહેલી વાર કેટરીના કૈફ છે. આ બંનેની જોડી ઓનસ્ક્રીન ગજબની દેખાઇ રહી છે. આદિત્ય માટે પોતાની એથ્લેટિક બોડી છોડીને સ્કલ્પટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ કામ હતું. બોડી સ્કલ્પટિંગ માટે તેના ઉપર જાણે એક જાતનો ફિતૂર જ સવાર હતો એમ કહેવાય. આ જ ફિતૂર ઉપર પૂરી ફિલ્મ બની છે, જેની ઝલક આપણે આદિત્યની બોડીમાં આવેલા પરિવર્તનમાં જોઇ શકીએ છીએ. •

You might also like