હું આજે પણ ગ્લેમરસ છું અદિતિ રાવ હૈદરી

બોલિવૂડમાં અદિતિ રાવ હૈદરીની ઓળખ બની ચૂકી છે. ‘દિલ્હી-6’, ‘યે સાલી જિંદગી’, ‘મર્ડર-3’, ‘બોસ’, ‘ખૂબસૂરત’ અને ‘ગુડ્ડુ રંગીલા’ જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવીને પોતાની પ્રતિભા સાબિત કરી દીધી છે. તેની આગામી ફિલ્મ છે ‘વજીર’, ‘ધ ‌લીજેન્ડ ઓફ માઇકલ મિશ્રા’ અને ‘દેવદાસ’ તથા ‘ફિતૂર’. ‘વજીર’ ફિલ્મ હવે રિલીઝ થવા જઇ રહી છે ત્યારે અદિતિ કહે છે કે એવો કયો કલાકાર છે, જે બચ્ચન સાહેબ સાથે કામ કરવા ન ઇચ્છતો હોય, પરંતુ સાચી વાત એ પણ છે કે દરેક વ્યક્તિને તેમની સાથે કામ કરવાનો મોકો પણ મળતો નથી. અદિતિએ પસંદ કરેલી ફિલ્મો જોતાં એવું લાગે કે તેણે ગ્લેમરસનો મોહ છોડી દીધો છે, પરંતુ તે આ વાતનો ઇનકાર કરે છે.તે કહે છે કે હું આજે પણ મારી જાતને ગ્લેમરસ માનું છું, પરંતુ હું શરૂઆતથી જ દરેક પ્રકારનાં પાત્ર ભજવવા ઇચ્છતી હતી.

‘ફિતૂર’ ફિલ્મમાં તે મહેમાન કલાકારની ભૂમિકા ભજવશે. આ અંગે તે કહે છે કે ઘણી વાર આપણને નાનકડો રોલ પણ સંતોષ આપે છે. તેથી મેં મહેમાન કલાકારની ભૂમિકા સ્વીકારી લીઘી. મોટા ભાગની ફિલ્મોમાં અદિતિને નાના રોલ ઓફર થાય છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે આજે ફિલ્મ ઉદ્યોગમાં જગ્યા બનાવવી સરળ નથી. અહીં પ્રતિસ્પર્ધા પહેલાં કરતાં વધી ગઇ છે. મારા જેવી અભિનેત્રી માટે કામ એટલા માટે સરળ હોતું નથી, કેમ કે અમારું કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, પરંતુ હું મારી કરિયરથી ખુશ છું. મારી ઉપલબ્ધિઓ ઓછી નથી.

You might also like