રિયલ લાઇફમાં સુંદર ચહેરો ધરાવતી અદિતિ રાવ ને આ છે પસંદ…

સુંદર ચહેરાવાળી અદિતિ રાવ હૈદરી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચૂકી છે. રિયલ લાઇફમાં તેને સાદગી પસંદ છે. અક્ષત વર્માની શોર્ટ ફિલ્મ ‘મામાઝ બોય’માં તેણે દ્રૌપદીનું પાત્ર ભજવ્યું છે. તે કહે છે કે આ અનુભવ ખૂબ જ મજેદાર રહ્યો.

આપણે બધાંએ મહાભારત વાંચ્યું છે, પરંતુ મેં જ્યારે ‘દેલ્હી બેલી’ અને ‘એક મૈં ઔર એક તૂ’ જેવી ફિલ્મો બનાવનાર અક્ષત વર્માની આધુનિક મહાભારતની કહાણી વાંચી ત્યારે મને તે રોચક લાગી, તેમાં દ્રૌપદીને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. આ જ કારણે આ ફિલ્મને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે.

હવે અદિતિના હિસ્સામાં ઘણી સારી સારી ફિલ્મો આવી રહી છે. તે કહે છે કે મને ખૂબ જ સારું લાગે છે. સાથે-સાથે મારી જાત પર ગર્વ પણ થાય છે કે મેં કોઇની પણ મદદ વગર આટલી લાંબી મંજિલ કાપી છે. કોઇ સપોર્ટ કરવા માટે મારી પાછળ ન હતું, જોકે મને તે માટે ફરિયાદ પણ નથી. સતત ફિલ્મોમાં રહેવું મુશ્કેલ હોય છે, પરંતુ આત્મવિશ્વાસ એક મોટી તાકાત છે.

હું તમામ ફિલ્મોનો ભાગ બનીને મારી જાતને ખુશનસીબ માનું છું, કેમ કે મેં એક-એક પગલું કોઇની પણ મદદ વગર ભર્યું છે. મારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હું હંમેશાં સકારાત્મક પહેલુ જોઉંં છું.

ફિલ્મકાર કિરણ રાવ અદિતિની દૂરની બહેન છે. આવા સંજોગોમાં તે કિરણના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પણ કરવાનું પસંદ કરશે. તે કહે છે કે કિરણ એક દિલચસ્પ નીડર અને બુદ્ધિમાન નિર્દેશક છે. હું એક વ્યક્તિ અને કલાકારના રૂપમાં હંમેશાં તેની પ્રશંસક રહી છું. હું કામ અને પરિવારને પણ મિક્સ કરતી નથી. •

You might also like